અમદાવાદ-

દુબઈમાં પહેલીવાર બનેલી ઘટનામાં ૧૮ અને ૧૩ વર્ષની બે બહેનો તથા તેમના દાદા-દાદીને યુએઈમાં ૧૦ વર્ષના ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા છે. વડોદરાના મૂળ નિવાસી હિરેન અને વિધિ અધિઆના દુબઈમાં આવેલા તેમા વિલામાં ૧૮મી જૂને એક ચોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેમની દીકરીઓ તથા માતા-પિતાને માનવતાના ધોરણે વીઝા અપાયા છે. ભારતીય કોમ્યુનિટી મેમ્બર્સનું કહેવું છે કે દુબઈમાં આ પ્રકારે પહેલીવાર કોઈ ભારતીયને વીઝા

અપાયા છે.

હિરેન આધિયા અને તેની પત્ની વિધિ બંને ૪૦ વર્ષની ઉંમર આસપાસના હતા. તેઓ પોતાના દુબઈના અરેબિયન રાંચેસ નામના વિલામાં ઊંઘી રહ્યા હતા, તે દરમિયાન ઘુસેલા ચોરે ૨૦૦૦ દિરહમની કિંમતની મતા ચોરી હતી. જોકે હિરેન ચોરને જોઈ જતા તેણે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન ચોરે તેમને ચાકૂના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા. પતિને બચાવવા વચ્ચે આવેલા વિધિને પણ ચોરે ચાકૂના ઘા માર્યા હતા. બંનેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

૨૩મી નવેમ્બરે દંપતીની બંને દીકરીઓ તથા માતા-પિતાનો ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા હતા. બંને બહેનોને દુબઈમાં અભ્યાસ કરવા માટે ફૂલ સ્કોલરશીપ પણ આપવામાં આવી છે. દુબઈ પોલીસના કમાન્ડર-ઈન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ અબ્દુલ્લા ખલિફા અલ મરી અને દુબઈ ઓફિસમાં જનરલ ડાયરેક્ટર એન્ડ ફોરેનર્સ અફેર્સના મેજર જનરલ મોહમ્મદ અહમદ અલ મારીએ આ વીઝા તેમને આપ્યા હતા.

દુબઈ પોલીસ દ્વારા પ્રેસમાં નિવેદન જાહેર કરવામાં આવ્યું હતુ, જેમાં કહેવાયું હતું કે, તેમણે જીડીઆરએફએ સાથે સહભાગીતા કરીને પીડિતના પરિવારને ઝ્રૈંડ્ઢ’જ વિક્ટીમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ગોલ્ડન વીઝા અપાયા છે. દુબઈ પોલીસ દ્વારા બહેનોની ઓળખ છુપાવવા માટે નામ જાહેર કરાયું નથી. આ ઉપરાંત દુબઈ પોલીસ દ્વારા બંને બહેનો માટે કેનેડિયન યુનિવર્સિટી અને રેપ્ટોન સ્કૂલમાં ફૂલ સ્કોલરશીપ પણ જાહેર કરવામાં આવી છે.