વડોદરા-

વડોદરા માં પારુલ યુનિવર્સિટીની પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લાં એક વર્ષથી આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર પારૂલ યુનિવર્સિટીના ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજોત ત્રિવેદી એ કારમાં અને દિલ્હીમાં સેમિનાર વખતે જવાનું થતા બેભાન બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ માં જણાવ્યા પ્રમાણે ફરજ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સંપર્ક માં આવતા ડો. નવજ્યોત ત્રિવેદી મહિલા આસિ. પ્રોફેસર પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. આ સાથે નોકરીમાંથી છૂટી કરી દેવાની ધમકીઓ આપી હતી. નવજોત ત્રિવેદીએ કારમાં તેમજ ગત વર્ષે યુનિ.માંથી વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયાં હતા. ત્યાં પ્રિન્સીપાલ ડોક્ટરે મહિલા આસિ. પ્રોફેસરને તું મને બહું ગમે છે? તેવી વાતો કરી હતી. આ ઉપરાંત કરિયર ખરાબ કરવાની ધમકીઓ આપી બેભાન બનાવી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ડો. નવજોત ત્રિવેદીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.