વડોદરાની હોટેલમાં બળાત્કાર યુવતીનું કર્યું શારીરિક શોષણ, બ્લેકમેલ કરીને પૈસાની માંગ કરી
03, જુલાઈ 2021

વડોદરા-

આજે અનેક યુવતીઓ પર કામ આપવાના બહાને શારીરિક શોષણ આચરવામાં આવતું હોય છે. મૂળ ઉત્તરાખંડની હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટેલમાં બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના યુવકે ફેસબુક પર મોડેલિંગની જાહેરાત આપી ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી. કરણ જોહર ગ્રુપ અને ધર્માં પ્રોડક્શનનો ડાયરેકટર હોવાની ઓળખ આપી યુવતીને ગેરમાર્ગે દોરી હતી. પોર્ટ ફોલિયો બનાવવાનું કહી હોટેલમાં રાખી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી તેનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. શરીર સંબંધ નહીં બાંધવા દે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે જ રૂપિયા પણ પડાવ્યા હતા. એક વર્ષ બાદ આકાંક્ષા નામની યુવતીના 8 થી 10 ફેક એકાઉન્ટ બનાવી તેના પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બ્લેકમેલ કરી 50 હજારની માગ કરી હતી. વારંવારના ત્રાસથી કંટાળેલી યુવતીએ નંબર બ્લોક કર્યો હતો. આ બાદ યુવતીએ દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ફરિયાદ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ અને દિલ્હીની અનેક યુવતીઓને રાજ ઉર્ફે રજનીશ મિશ્રાએ પોતાની જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાની હકીકતો સામે આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution