વડોદરા: હીટ એન્ડ રનની ઘટના, ડમ્પરની અડફેટે સાયકલ સવાર મહિલાનું મોત
08, જાન્યુઆરી 2021

વડોદરા-

વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલ ડમ્પર ચાલકે સાયકલ સવાર યુવતિને અડફેટે લેતા યુવતિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. મળતી માહિતી મુજબ શહેરના વુડા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયકલ સવાર યુવતિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જોકે આ ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને થોડા સમય માટે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. 




 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution