વડોદરા-

'જાે મને પૈસા આપી શકતા ન હોય તો સુહાગ રાતે ૧૦ લોકોને મોકલી દીધા હોત તો મેં તેમની સાથે સુહાગ રાત મનાવી હોત' શિક્ષીકા પત્નીના કાનના પડદા ખરી જાય તેવા આકરા શબ્દોથી અને અવાર-નવાર ઝઘડાઓથી ત્રાસી ગયેલા પતિએ પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. પત્નીથી ત્રાસી ગયેલા પતિએ આક્ષેપ કર્યો છે કે, પત્ની માસિક ધર્મમાં હોવા છતાં સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યારે પત્નીએ માસિક ધર્મમાં હોવાનો ઘટસ્ફોટ કરતા મારા લગ્ન જીવનની બરબાદીના દિવસો શરૂ થઇ ગયા હતા. વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા રાકેશભાઇ પરદેશી(નામ બદલ્યું છે) વૃદ્ધ માતા-પિતા અને ભાઇ-ભાભી સાથે રહે છે.

ખાનગી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઇનું લગ્ન જાન્યુઆરી-૨૦૨૦માં આજવા રોડની જ રહેવાસી શિક્ષીકા અનિતા (નામ બદલ્યું છે) સાથે થયું હતું. હરણી રોડના પાર્ટી પ્લોટમાં સમાજના રિતી-રીવાજ મુજબ રાકેશ અને અનિતાના લગ્ન ધામધૂમથી થયા હતા, પરંતુ, વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલી શિક્ષીકા પત્નીએ લગ્નના એક જ માસમાં પતિ પાસે કાર, એ.સી. માસિક ૫ હજાર રૂપિયા આપવા તેમજ જુદા રહેવા સહિતની માંગણીઓ શરૂ કરી ઝઘડા શરૂ કર્યાં હતા. જેના કારણે પત્ની પીડિત પતિએ છૂટાછેડા લેવા માટે વડોદરાની ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી છે. પત્ની પીડિત પતિ રાકેશ પરદેશીએ છૂટાછેડા લેવા માટે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પત્ની અનિતા સાથે ૬ માસ સુધી સગાઈ રહ્યો હતો અને ત્યાર બાદ લગ્ન થયા હતા.

બંને પક્ષ દ્વારા લગ્નનો ખર્ચ ૫૦-૫૦ ટકા આપવાનું નક્કી થયું હતું, પરંતુ, અનિતાના પરિવારજનો દ્વારા આજ દિવસ સુધી ખર્ચ આપ્યો નથી. લગ્ન ભગવાનની સાક્ષીએ થતાં હોય