વડોદરા-

 શહેરના અત્યંત વ્યસ્ત રહેતા ઓપી રોડ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં એક યુવક મોઢે રૂમાલ બાંધીને પહોંચ્યો હતો. યુવકે આશરે 1 કલાક સુધી અલગ અલગ વસ્તુઓ જોવામાં વિતાવ્યો હતો. તેવામાં મોકો મળતા જ યુવકે ખીસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી વેપારીના ગળા પર ફરેવી દીધું હતું. લોહીમાં લથપથ વેપારી ઢળી પડતા જ દુકાનના ડિસ્પ્લેમાં મુકેલા સોના ચાંદી લઇ ફરાર થયો હતો. જો કે લુંટની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ અધિકારીઓએ સીસીટીવી અને મોબાઇલ સર્વેલન્સના આધારે લુંટારૂની શોધખોળ હાથ ધરી છે. હુમલાખોરોને પકડી પાડવા માટે સ્થાનિક પોલીસની સાથે ડીસીબી, ઓસઓજી, પીસીબી, સહિતની જુદી જુદી ટીમો બનાવી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.