વડોદરાના સાંસદ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે રૂા.૫.૯૦ લાખનું દાન
19, જાન્યુઆરી 2021

વડોદરા,તા.૧૮  

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ગત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં વડોદરા લોકસભા બેઠક પરથી પાંચ લાખ નેવું હજાર જેટલા રેકોર્ડ બ્રેક માર્જીનથી જીત હાંસલ કરી હતી. આ જીતેલા મત જેટલી રકમ રૂપિયા પાંચ લાખ નેવું હજારની રકમનું યોગદાન રામમંદિરના નિર્માણને માટે આપ્યું છે. આ અંગેનું દાન તેઓએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાત પ્રાંતના અધિકારી ચિંતન ઉપાધ્યાયને ચેક સુપ્રત કરીને આપ્યું છે. તેમજ અન્યોને પણ આ નવતર પહેલને અનુસરવાને માટે પ્રેર્યા છે. આ ઉપરાંત તેઓએ પોતાના સંસદીય મત ક્ષેત્રમાંથી વધુને વધુ દાન રામમંદિરને માટે એકત્ર થાય એના માટેના પ્રયાસો આદર્યા છે. જેને લઈને વડોદરા લોકસભા બેઠકના મત વિસ્તારમાંથી રામમંદિરને માટે જંગી રકમનું દાન એકત્ર થવાની આશા રખાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution