વડોદરા-

વડોદરા શહેરના મધ્યસ્થ જેલમાં કુખ્યાત ગેંદસ્ટર અને મારામારીના અસંખ્ય ગુનાહમાં સંડોવાયેલ અજ્જુ કાણીયાની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતાી મુજબ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીઓના જુથ વચ્ચે થયેલી ગેંગ વોરના પરિણામે કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયો ગંભિર રીતે ઘાયલ થતા તેની પ્રાથમિક સારવાર માટે વડોદરા શહેરની સયાજી હોસ્પીટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયો મોતને ભેટયો હતો. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ અજ્જુ કાણીયાના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં સયાજી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. જોકે હજડુ સુધી આ ઘટના પગલે જેલ સત્તાધિશો દ્વારા કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.