વડોદરા-

વડોદરા ના વાઘોડિયા વિસ્તારમાં છેવાડે આવેલા ઓર્બિટ-99 બંગલોઝ માં બંગલા નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે દારૂ ની છોળો વચ્ચે થ્રીડી પાર્ટી માણી રહેલા વડોદરાનાં 7 કોલેજિયન યુવક-યુવતી સહિત 9 ને પોલીસે રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીને આધારે ઓર્બિટ-99 બંગલોઝના બંગલા નંબર-92માં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેના આધારે પોલીસે બંગલાને કોર્ડન કરીને દરવાજો ખોલતી તપાસ કરતા મ્યુઝિકના તાલે યુવાનો અને યુવતીઓ દારૂની મહેફીલ સાથે ડિનર ની મજા માણી રહ્યા હતા. પોલીસે બ્રાન્ડેડ દારૂ ની બોટલો, ગ્લાસ,મોબાઇલ, બ્રેઝા અને BMW કાર તેમજ મ્યુઝિક સિસ્ટમ મળી કુલ રૂપિયા 17,55,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ 9 વ્યક્તિઓ ની અટકાયત કર્યાં બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ સામે દારૂની મહેફિલ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.