01, ડિસેમ્બર 2020
વડોદરા-
ગુના શોધક શાખાની ટીમે ચોક્કસ માહિતીને આધારે વડોદરાના દાંડિયા બજાર શનિદેવ મંદિર નજીક કેમિકલની આડમાં સંતાડી લાવવામાં આવી રહેલો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે 2 ઈસમોની ધરપકડ કરી હતી. જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 26,91,212નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરમાં રોકટોક વગર ઠેરઠેર દારૂની હાટડીઓ મંડાઈ ગઈ છે ત્યારે કેટલાક બુટલેગરો છુપી રીતે દારૂ ઘુસાડવા માટેના નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે. ત્યારે સેટિંગ વગરના આવા બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં કેમિકલનો જથ્થો ભરીને આવતી એક ટ્રકમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાથી ગુનાશોધક શાખાને બાતમી મળી હતી. આથી દાંડીયા બજાર શનિદેવના મંદિર નજીક ટ્રકને રોકી 26.91 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.