વલસાડ-

શહેર અતુલ નજીક શુક્રવારે બનેલી અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત બાદ મોડી સાંજે અકસ્માતમાં ઇજાઓ બાદ બચી ગયેલા 9 માસના બાળકે પણ હોસ્પિટલને બિછાને દમ તોડ્યો હતો. આમ એકજ પરિવારના 5 લોકો અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા.

મળતી માહિતી મુજબ બાઇકને અતુલ નજીક એક કન્ટેનર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે અજય, રેખા, કાવ્યા, નેન્સીના મોત થયા હતા. જ્યારે 9 માસના બાળકને 108 મારફતે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પગ અને ગુપ્તાંગના ભાગે થયેલી ઇજાઓ બાદ બાળકે પણ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આમ એક જ અકસ્માતમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો હતો.