વલસાડ-

પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયામાં રહેતા હિતેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ અને પુત્રી તેજલબેન પટેલ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા, ત્યારે અકસ્માતે વીજ કરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં હિતેન્દ્રભાઈ ત્યાંજ બેભાન થઈ ગયા હતા. તેમની દીકરી તેજલને કરંટ લાગતાં ડાબા હાથમાં ગંભીર ઇજા પહોચી હતી, ત્યારબાદ પિતા-પુત્રી બંનેને ખાનગી વાહનમાં સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં હિતેન્દ્રભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયામાં ખેતરમાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતી વેળાએ પિતા-પુત્રીને ઇલેક્ટ્રિક કરંટ લાગતા પિતા બેભાન થઈને સ્થળ ઉપર ઢળી પડ્યા હતા, ત્યારે પુત્રીને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્રીને હાથના ભાગે ઇજા થતાં સારવાર હેઠળ છે.