ગુજરાતના પહેલા લવ જેહાદ કેસમાં FIR રદ કરવા પીડિતાની હાઈકોર્ટમાં અરજી
12, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી ગુજરાતની પ્રથમ ફરિયાદમાં ભોગ બનેલી મહિલા તેના પતિ, સાસરિયા, કાઝી અને સાક્ષીઓ સામે નોંધાયેલી હ્લૈંઇને રદ કરવાની માંગણી કરતા ગુજરાત હાઇકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે તેને ધર્માંતરણ કરવાની ફરજ પાડવામાં આવી નથી માટે આ તમામ વિરુદ્ધની ફરિયાદ પડતી મૂકવી જાેઈએ.

આ કેસમાં વડોદરાની ૨૫ વર્ષીય ફરિયાદી હિંદુ યુવતી પોતે જ ૫ ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રથમ અરજદાર છે. જ્યારે બાકીના અન્ય આરોપીઓએ આ અરજી સાથે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. ફરિયાદી યુવતીએ અરજીમાં કહ્યું હતું કે તેના સાસરિયાઓ દ્વારા ક્યારેય તેને પોતાનો ધર્મ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. જાેકે આ મામલે મહિલાના વકીલે અરજીની વધુ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ અરજની સુનાવણી આગામી સપ્તાહમાં આવે તેવી શક્યતા છે. હાઈકોર્ટમાં એફઆરઆઈ રદ કરવા માટે કરવામાં આવતી અરજીને દાખલ કરવાની સામાન્ય પ્રથા એ છે કે પીડિતના પક્ષને પ્રતિવાદી બનાવવામાં આવે છે, જે કોર્ટને કહે છે કે જાે એફઆઈઆર રદ કરવામાં આવે તો તેને કોઈ સમસ્યા નથી. પરંતુ આ કિસ્સામાં, પીડિતા પોતે એફઆઈઆર રદ કરવાની માંગ કરતી અરજદાર બની છે.

૧૭ જૂનના રોજ, મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે મુસ્લિમ છે પરંતુ કથિત રૂપે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ સેમ માર્ટિન તરીકે આપી હતી. તેણે તેની સાથે મિત્રતા કરી અને પછી ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા. મહિલાએ ફરિયાદ કરી હતી કે લગ્ન બાદ તેને પોતાનો ધર્મ બદલાવવાની ફરજ પાડવામાં આવી હતી. જે બાદ આ વર્ષે ૧૫ જૂનથી રાજ્યમાં અમલી બનેલા ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજિયન એમેન્ડમેન્ટ એક્ટની જાેગવાઈઓ હેઠળ પીડિતાના પતિ, તેના માતાપિતા, લગ્ન કરાવનાર કાજી અને લગ્નના બે સાક્ષીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પતિ પર ઘરેલુ હિંસા, દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો આરોપ પણ નોંધવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution