સોશિયલ મીડિયા ઉપર વીડિયો રેકોર્ડિંગ વિવાદે લિવ ઈનમાં રહેતી યુવતીને જીવતી સળગાવી
11, જુન 2021

કોલ્લમ-

કોલ્લમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં એક ૨૮ વર્ષીય મહિલાને લિવ ઇનમાં રહેતા યુવકે જીવતી સળગાવી દીધી હતી. જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો રેકોર્ડિંગને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. મરતા પહેલા અથિરાએ ડોક્ટરો અને સંબંધીઓને જણાવ્યું હતું કે, તેની સાથે રહેતા શનવાસે તેના ઉપર કેરોસીન નાંખીને સળગાવી હતી. પોલીસને મૃતકાના અંતિમ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષથી સાથે રહેનતા યુગલને એક મહિનાનું બાળક પણ છે. અથિરા પહેલાથી પરિણીત છે અને બે બાળકોની માતા છે. જ્યારે પહેલા લગ્નથી શનવાસને બે બાળકો પણ છે.

જાેકે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ અથિરા અને શનવાસ એક સાથે રહેતા હતા. પરિવારજનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કાયદેસર લગ્ન ન્હોતા કર્યા. આંચલ સીઆઈ સૈજૂ નાથના નેતૃત્વમાં પોલીસ તપાસ કરી રહી છે. અથિરા પહેલા ટીકટોકમાં એક્ટીવ હતી. સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો બનાવતી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે શનવાસ છાસવારે અથિરાને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને મારતો હતો. જાેકે બીજા દિવસે અથિરાની ચીખો સાંભળીને સ્થાનિક લોકો એકઠાં થતાં અને જાેયું તો અથિરા આખી આગમાં લપેટાયેલી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ અંચલ પોલીસને જાણ કરી હતી. અને અથિરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલના બીછાને પડેલી અથિરાએ અંતિમ શ્વાસ લીધા તે પહેલા ડોક્ટોર અને પોતાના સંબંધીઓને તેના બળવા પાછળનું કારણ જણાવ્યું હતું. અને તેની સાથે રહેતા સેનવાશે તેના ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી હોવાની વાત જણાવતા તમામ લોકો ચોંકી ગયા હતા. જાેકે, અંચલ પોલીસે મૃતક મહિલાના અંતિમ નિવેદનના આધારે સેનવાશ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution