ઉત્તરપ્રદેશ-

ઉત્તર પ્રદેશના કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે એન્કાઉન્ટરનો આ મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં પહોંચ્યો છે. તહસીન પૂનાવાલા દ્વારા એન.એચ.આર.સી. માં એન્કાઉન્ટર અંગે ફરિયાદ નોંધાઈ છે.

આ ફરિયાદમાં ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર સિવાય તેના પાંચ સાથીઓની હત્યા કરવાની વાત સામેલ કરવામાં આવી છે. એવું પણ લખ્યું છે કે વિકાસ દુબેએ શરણાગતિ સ્વીકારી હતી. આ સિવાય દાવો કરવામાં આવ્યો છે કે વીડિયો ફૂટેજમાં વિકાસ દુબે ટાટા સફારીમાં બેઠેલો જોવા મળે છે, જ્યારે પલટી મારી હતી તે વાહન બીજું છે. આવી સ્થિતિમાં આ એન્કાઉન્ટર અને ઘટના અંગે શંકા ઊભી થાય છે. આ કેસમાં તપાસ માટે અપીલ કરવામાં આવી છે. 

તહસીન પૂનાવાલાનો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિકાસ દુબેને બનાવટી એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યો છે. જેથી તેને સંબંધીત રાજકીય અને પોલીસ વિભાગના લોકો વચ્ચેના સંબંધો જાહેર ન થઈ શકે. આ એનકાઉન્ટર અંગે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જેથી રાજકીય રહસ્યો જાહેર ન થઈ શકે. સાથે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા અને તપાસની માંગ કરી છે.