વડોદરા, તા.૨૮

સેન્ટ્રલ જીએસટીની કામગીરીમાં અન્ય એજન્સીઓની થતી દખલગીરીની સામે આજે બપોરે વડોદરા જીએસટી ભવન ખાતે તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને કાળીપટ્ટી ધારણ કરીને ઈ-વે બિલ, ઈન્વોઈસ વગેરે અન્ય એજન્સીઓ દ્વારા ચેક કરીને જીએસટી વિભાગની કામગીરીમાં થતી દખલગીરીનો વિરોધ કર્યો હતો.

આજે વડોદરા સેન્ટ્રલ જીએસટી ભવન ખાતે બપોરે સેન્ટ્રલ જીએસટીના તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને કાળીપટ્ટી ધારણ કરીને અન્ય એજન્સીઓ દ્વારા તેમની કામગીરીમાં થતી દખલગીરીનો વિરોધ કર્યો હતો. રેસકોર્સ જીએટી ભવન ખાતે પ૦૦થી વધુ અધિકારીઓ - કર્મચારીઓએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈ-વે બિલ, ઈન્વોઈસ ચેક કરીને અમારા કામમાં હસ્તક્ષેપ કરી રહી છે. માલ ભરેલા વાહનોને બદઈરાદાથી રોકવા, સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને હેરાન કરવાની કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, અમારી કરવેરા સંબંધિત મામલાઓમાં ઈરાદાપૂર્વક ઘૂસવા બદલ તેમની સામે કાર્યવાહી કરવી જાેઈએ, રાજ્યનું જીએસટી અને કેન્દ્રિય જીએસટી વિભાગ બંનેની આવક પ૦-પ૦ ટકા વહેચે છે, તેથી સેન્ટ્રલ જીએસટી વિભાગ દરેક સમસ્યામાં હંમેશાં સ્ટેટ જીએસટી વિભાગ સાથે છે તેમ કહ્યું હતું.