મતદારો મતાધિકારનો અચૂક ઉપયોગ કરે: જિલ્લા ચૂંટણી અધિકારી
26, ફેબ્રુઆરી 2021

વડોદરા-

તા.28 મી ફેબ્રુઆરી ના રોજ સવાર ના 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી વડોદરા જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયતો ની ચૂંટણીઓ તેમજ સાવલી,પાદરા અને ડભોઇ નગરપાલિકાઓ ની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. જેને અનુલક્ષી ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે લોકશાહી ની પવિત્ર ફરજ સમાન મતદાન અવશ્ય કરવા,મતદાન મથકો ખાતે કોવિડ તકેદારીઓ નું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે તંત્ર દ્વારા મતદાન સરળ બનાવવા અને શાંતિપૂર્ણ રાખવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વ્યાપક પ્રબંધો કરવામાં આવ્યા છે.છેલ્લા એક મહિના કરતાં વધુ સમય થી તંત્રે રાત દિવસ મહેનત કરી વ્યવસ્થાઓ કરી છે ત્યારે અચૂક મતદાન કરીને આ જહેમત ને સાર્થક કરવાની સહુ મતદારો ની ફરજ છે.એટલે સહુ મતદાન અવશ્ય કરે એવી મારી અપીલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution