/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભરૂચ જિલ્લામાં આજે મતદાન ઃ મતદારો ૩૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી ચૂંટણીપર્વ ઉજવશે

ભરૂચ,તા.૩૦

વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓની તૈયારીઓનએ આખરી ઓપ આપી મતદાન માટે સજ્જ છે. જિલ્લામાં મતદારયાદીની આખરી સુધારણાના અંતે ૧૨,૬૫,૫૮૮ મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં આજરોજ સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ૧,૩૫૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લાની ૫ વિધાનસભામાં ૩૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ૬૮૨ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ, ૫ વિધાનસભાઓમાં ૫ મોડેલ, ૫ દિવ્યાંગ મતદાન મથકો, ૩૫ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ ૫ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો જિલ્લા ચુંટણી અધિકારીએ આપી હતી. ઝગડિયા વિધાનસભામાં એક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક તથા આલીયા બેટમાં ટેમ્પરરી શીપીંગ કન્ટેઈનરમાં ૨૧૭ જેટલા મતદારોને ૮૨ કી.મી જેટલું અંતર ન કાપવુ પડે તે માટે સ્થાનીક કક્ષાએ સુવિધા સાથે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. સુચારૂ રીતે મતદાન થાય તેની વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લામાં પે એન્ડ પાર્કોમાં વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરી શકાશે. વિધાનસભાઓમાં ૧,૯૨૭ બેલેટ યુનિટ, ૧,૯૨૭ કંટ્રોલ યુનિટ, ૨,૦૪૦ વીવીપેટની ફાળવણી થઇ ચુકી છે. જિલ્લામાં ૫,૯૦૧ જેટલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ૧,૩૫૯ પ્રીસાઈડીંગ, ૧,૩૫૯ આસી. પ્રીસાઈડીંગ, ૯૧૨ પોલીંગ ઓફિસર, ૨,૨૭૧ મહિલા પોલિંગ સ્ટાફની નિમણુંકો કરવામાં આવી છે. ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચની ૫ વિધાનસભા મતવિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ૨૧ જીજી્‌-સ્ટેટીક સર્વેલન્સ ટીમ, હ્લજી્‌-ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમો જયારે ફજી્‌-વિડિયો સર્વેલન્સની ૬ ટીમ, ફફ્‌- વિડિઓ વ્યુઇંગની ૬ ટીમો પણ કામગીરી કરી રહી છે. જિલ્લાની પાંચેય વિધાનસભાની મતદાન મથકોની ડિસ્પેચીંગ અને રીસીવીંગની સેન્ટર જાેઈએ તો (૧) ૧૫૦- જંબુસર , જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ જંબુસર (૨) ૧૫૧- વાગરા કે.જે.પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે (૩) ૧૫૨- ઝગડીયા શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલિયા જિ.ભરૂચ ખાતે (૪) ૧૫૩- કે.જે.પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે (૫) ૧૫૪- અંકલેશ્વર ઈ.એન.જીનવાલા હાઈસ્કુલ પીરામણ નાકા અંકલેશ્વર ખાતે ડિસ્પેચ- રીસીવીંગ સેન્ટર રાખવામાં આવ્યાં છે. જયારે કાઉન્ટીંગ સેન્ટર ૧૫૩- કે.જે. પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે રાખવામાં આવ્યું છે. વધુમાં આગામી તા.૮મી ડિસેમ્બરે મતગણતરી થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ભરૂચ જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારો દ્વારા વ્હીલચેર તથા સહાયક મેળવવાની માંગણી કરી હતી. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર અને પેરામિલિટરી જવાનો ફરજ પર હાજર રહેશે.

૪૩૨ વૃદ્ધ, ૨૭ દિવ્યાંગ મતદારોનું ઘેર બેઠા મતદાન

ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં ૮૦ વર્ષથી વધુ વયના અશક્ત વડીલો, દિવ્યાંગો અને કોરોનાગ્રસ્તો માટે તેમના નિવાસ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૪૭૦ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૩૦ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું હતું. ભરૂચ જિલ્લાભરમાં ૪૩૨ વયોવૃદ્ધ અને ૨૭ જેટલા દિવ્યાંગ મતદારોએ ઘેર બેઠા મતદાન કરીને ચૂંટણી તંત્રનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution