વલસાડ,  ગરીબોની તારણહાર એટલે સિવિલ હોસ્પિાટલ.. એ વાકય વલસાડની સિવિલ હોસ્પિતટલે સાર્થક કરી બતાવ્યું છે. વ્યારિા- ડોલવણના ૬૦ વર્ષીય મણિબેન પટેલ કહે છે, કે મને બચાવનારા સિવિલના ડોકટર્સોનો આભાર માનું એટલો ઓછો છે. આજે હું જીવિત છું, એ વલસાડ સિવિલના ડોકટર્સને આભારી છે.અમારા જેવા ગરીબ પાસે આવી સારવારના રૂપિયા કયાંથી હોય? સિવિલની સારવાર થકી મારી માતા મૃત્યુાના મુખમાંથી બહાર આવી છે. આ શબ્દો છે, મણિબેનના પુત્ર સુરેશભાઇના. સુરેશભાઇ કહે છે કામિળયો સાપ સૌથી ઝેરી છે. એના ઝેરની અસર લાંબાગાળા સુધી રહે છે. માતાને કામળિયો સાપ કરડતા પરિવાર માટે આભ તૂટી પડવા સમાન હતું. ગરીબ પરિવારને ખાનગી હોસ્પિ ટલનો ખર્ચ પાલવે તેમ ન હતો. આવા સમયે સમયસર સિવિલ હોસ્પિનટલ, વલસાડ દેવદૂત સાબિત થઇ અને મારી માતાને બચાવી શકાઇ તેનો મને ખૂબ જ આનંદ છે. વ્યારા તાલુકાના ડોલવણના મણિબેન બાબુભાઇ પટેલને તા.૭/૧૨/૨૦૨૦ના રોજ કામળિયો ઝેરી સાપ કરડયો હતો. જેથી તેણીને નજીકના પ્રાથમિક આરોગ્યુ કેન્દ્રમમાં લઇ જઇ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઝેરી સાપ કરડવાના કારણે બીજી હોસ્પિ ટલમાં લઇ જવા જણાવાતાં ચીખલીની આલીપોર હોસ્પિ ટલ ખાતે લઇ જવામાં આવ્યાજ હતા. મણિબેનની ગંભીર સ્થિાતિ જાેઇને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિતટલ ખાતે લઇ જવા જણાવતા વલસાડ ખાતે તા.૮/૧૨/૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવી હતી. સાપના ઝેરની અસર વધુ જણાતાં તાત્કારલિક સિવિલના સ્ૈંઝ્રેં માં દાખલ કરાયા હતા. તા.૧૧ડિસે.ના રોજ તેણીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જણાતાં ફીમેલ વોર્ડમાં રાખવામાં આવી હતી.પૂર્ણ સારી થઇ ગયા બાદ તા.૧૪/૧૨/૨૦૨૦ ના રોજ રજા આપવામાં આવી હતી.મણિબેનની સારવાર કરનાર ડૉ.ર્નિમલ પટેલ જણાવે છે કે, મણિબેનને જ્યા૦રે અહીં સિવિલ હોસ્પિ ટલમાં દાખલ કરવામાં આવ્યાન ત્યાકરે, તેણીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સાપ કરડવાના કારણે તેની સીધી અસર મગજને થઇ હતી, શ્વાસ લેવાની તકલીફ સાથે પ્રેશર પણ ઘણું ઓછું થઇ ગયું હતું. લોહીમાં પણ બગાડ થયેલો જણાતો હતો. આવા કેસમાં આપવાના થતા એન્ટીપ સ્ને ક વેનમના પ૦ જેટલા વાયલ આપીને મણિબેનનો જીવ બચાવી શકયા છે. જેનો અમને આનંદ છે.