દિલ્હી-

દેશમાં કોરોનાના સંક્રમણના મામલાએ ફરીથી ગતિ પકડી લીધી છે. શનિવારે સતત ચોથા દિવસે કોરોનાના કેસ 40 હજારને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 45,064 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 457 લોકોના મૃત્યુ થયા છે અને 35,811 લોકોએ આ બીમારીને માત આપી છે.

એક્ટિવ કેસમાં છ દિવસમાં 13,217નો વધારો નોંધાયો છે. 23 ઓગસ્ટે 3.13 લાખ લોકો કોરોનાની સારવાર કરાવી રહ્યાં હતા. 28 ઓગસ્ટે આ સંખ્યા વધીને 3.62 લાખ થઈ છે. તેમાં સૌથી મોટો હિસ્સો કેરળનો છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સતત ચોથા દિવસે અહીં 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસઃ 45,064, છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 35,811, છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 457, અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 3.26 કરોડ, અત્યાર સુધીમાં સાજા થયાઃ 3.18 કરોડ, અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 4.37 લાખ, હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યાઃ 3.62 લાખ