ઝાલોદ : ઝાલોદ તાલુકામાં દર ઉનાળાએ પાણીના નામો કાળો કકળાટ જાેવા મળે છે.ત્યારે જવાબદાર વિભાગ દ્વારા પાણી બચાવો અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવે છે.ગ્રામીણ વિસ્તારમાં પાણીના જળ સ્તર ઊંડે જતા રહેતા હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ત્યારે હાલમાં છેલ્લા ઘણા સમયથી બગીચા પાસેના કુવા નજીક લગાવેલા પાણી સ્ટેન્ડ પોસ્ટ લીકેજ હોવાથી રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થતો જાેવા મળ્યો હતો.હજુ નગરજનોને આખો ઉનાળો કાઢવાનો બાકી છે.તેવામાં એક બાજુ માછણ ડેમમાં પાણીનો ઓછો હોવાથી ચિંતાનો વિષય છે.ત્યારે બીજી તરફ પાલિકા વિસ્તારના સ્ટેન્ડ પોસ્ટ માંથી જાહેરમાં પાણીનો બગાડ થતો જાેવા મળતા નગરજનોમાં રોષ જાેવા મળ્યો હતો.હાલમાં આ પાણીના સ્ટેન્ડ પોસ્ટનું લીકેજ બંધ કરવામાં ન આવતા હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.ઉનાળાનો સમય નજીક છે.ત્યારે પાણીનો બગાડ અટકાવો જરૂરી બન્યું છે. હાલમાં છેલ્લા ઘણા સમયથી બગીચા પાસેના કુવા નજીક લગાવેલા પાણી સ્ટેન્ડ પોસ્ટ લીકેજ હોવાથી રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થતો જાેવા મળ્યો હતો