રાજપીપળા, સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો મથકો સતત ચાલુ રહેતા એક મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૯.૬૮ મીટર ઘટી ગઈ છે. સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી.આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઇ પણ હજુ જાેઈએ તેટલો વરસાદ નથી પડતો ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારમાં જ્યારે બીજી તરફ ચોમાસાને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના વીજ મથકોને સતત ચલાવવામાં આવતા પાણીના વપરાશના કારણે નર્મદા ડેમની જળ સપાટી ૧ જૂનના રોજ ૧૨૩.૩૮ મીટર હતી જે ૧ જુલાઈના રોજ એક ૧૧૩.૭૦ મીટર થઈ જતા મહિનામાં પણ ૯.૬૮ મીટરની ઘટાડો જાેવા મળી રહ્યો છે.