મહિલાએ પોતાના બોસના બીભત્સ વર્તનથી કંટાળી મેથીપાક ચખાડ્યો
15, એપ્રીલ 2021

દિલ્હી-

ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ખુબ વખાણ કર્યા. મહિલાએ તેના બોસ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા અને બોસની પીટાઈ કરી. આ પીટાઈનો વીડિયો પણ બનાવ્યો.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનની સરકારી મહિલા કર્મચારીનો આરોપ છે કે તેના બોસ તેનું ઉત્પીડન કરતા હતા અને તેને અભદ્ર મેસેજ મોકલતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જોઉ એ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબથી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution