અમદાવાદ-

શહેરમાં દિવસેને દિવસે તસ્કરોનો આંતક વધી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા શાંતિપુરા સર્કલ પાસેના એક બંગલામાં તસ્કરોએ એક પરીવારને બંધક બનાવીને અમે ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાખીશું તેવી ધમકી આફીને ગળા પર છરી મુકીને બંગ્લામાંથી સોના-ચાંદીના દાગીના સહીતની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. બીજી બાજુ આ તસ્કરો તેમનો આંતક દિવસેને દિવસે જમાવી રહ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય તસ્કરો પાસેથી રૂ.1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની સઘન પુછપરછ હાથધરી છે.

થોડા દિવસો પહેલા શાંતિપુરા સર્કલ પાસેના એક બંગ્લામાં રાત્રીના સમયે કેટલાક તસ્કરોએ બંગ્લામાં આવીમાં આવીને અમો ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાખીશું તેવી ધમકી આપીને ગળા પર છરી મુકીને પરીવારને બંધક બનાવીને ઘરમાં લૂંટ કરી હતી. જે અંગે પરીવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોવાના કારણે તસ્કરોને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ સઘન પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, આગઉ ઘાડ અને ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ અને હાલમાં ઘરફોડ ચોરી તથા લુંટ અને રાયોટીંગ જેવા 16 જેટલા ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી મુકેશ કાળુ મોહનિયા તથા તેની સાથે બીજા બે માણસો ઓટોરિક્ષા લઈને રિંગરોડ ઝુંડાલ સર્કલ તરફથી આવી વૈષ્ણોદેવી સર્કલ થઈને ઓગણજ તરફ જવાના છે. જે ત્રણેય લુંટ તથા ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વૈષ્ણદેવી સર્કલ પાસે વોચ ગોઢવીને મુકેશ મોહનિયા, રામસિંહ માવી અને કલસિંગ ડામોર ની ધરપકડ કરીને રૂ.1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પુછપરછ કરતા મુકેશ તેના મળીયાઓ સાથે મળીને ખૂન, ધાડ અને ઘરફોડ સહીત કુલ 16 જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હતો. જ્યારે રામસિંગ ઉર્ફે બાબુ માવી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હતો. આરોપીએ પંદરેક દિવસ પહેલા ઓઢવ રિંગરોડ બ્રિજ પાસે ભેગા થયા હતા અને રિંગરોડ પર આંટા માર્યા બાદ ખેતરના ઝાડી ઝાંખરામાં થુપાઈને મોડી રાત્રે ખેતરવાળા રસ્તેથી સોસાયચી પાસે જઈ એક બંગ્લોજની ખપલ્લી જગ્યામાં કુદે ગયા હતા. બાદમાં દરવાજો તોડી બંગ્લોઝમાં પર્વેશ કરીને પરીવારને અમનો ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાખીશુ તેમ કહી પરીવારને બંધક બનાવી પરીવારના ગળા પર છરી મુકીને સોના-ચાંદીના દાગીનાઓ કાઢી લઈને ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણેય આરોપીઓની વધુ પુછપરછ હાથધરી છે.