દિલ્હી-

દેશમાં કોરોનાનો પ્રકોપ સતત ચાલુ જ છે ત્યાં હજારોની સંખ્યા લોકો સંક્રમીત થયા છે વિશ્વમાં સૌથી વધુ સંક્રમીતોના કેસ ભારત, અમેરીકા અને બ્રાઝીલ બાદ ત્રીજી નંબર પર છે. તેમ જોઇને પંજાબ, યુપી, આસામ સહીત એક ડઝન રાજયોએ વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ છે. આ દરમ્યાન દરેક દુકાનો, ઓફીસો બંધ રહેશે.

પંજાબ સરકારે અગાઉ જ ડે-નાઇટ કફર્યુનો આદેશ આપ્યો છે સાથે સપ્તાહના અંતમાં લોકડાઉન કરાશે. પંજાબમાં ૮૦ ટકા કેસ લુધીયાણા, જલંધર, અમૃતસર, પટીયાણ અને મોહાલીમાં છે. પંજાબની જેમ હરીયાણામાં વીકેન્ડ લાગુ કરાયું છે ચંદીગઢમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ કરાયું છે. 

ઉતર પ્રદેશમાં પણ શુક્રવારે રાતથી સોમવારે ૫ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન ૩૧ ઓગષ્ટ સુધી બંધ રહેશે. ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. તામીલનાડુ સરકારે કોરોનાને રોકવા રાજયમાં ૩૧ ઓગષ્ટ સુધી લોકડાઉન વધારી દીધું છે. આ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીરમાં પણ સંપુર્ણ લોકડાઉનની જાહેરાત વીકેન્ડ પર કરવામાં આવી છે.