કોલકત્તા-

આવતા વર્ષે થનારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટ એક સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ ગુરૂવારના આ વાતની જાહેરાત કરી. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘આજે કાૅંગ્રેસ હાઈકમાન્ડે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે.’

બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણીને લઇને ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતુ કે બંગાળમાં મમતા બેનર્જી અને બીજેપી બંનેને રોકવા માટે લેફ્ટ અનેકોંગ્રેસમાં ગઠબંધન થવું જ જાેઇએ. આવામાં ગુરૂવારના કોંગ્રેસ હાઇકમાન્ડે લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી જ પાર્ટીના અધ્યક્ષ હતા, જ્યારે વર્ષ 2016માં લેફ્ટ અને કોંગ્રેસ એક સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જાે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણા પ્રયત્નો છતા બંને દળોની વચ્ચે ગઠબંધન નહોતુ થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ બુધવારના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સખ્ત પ્રહારો કર્યા હતા.

અધીર રંજને કહ્યું હતુ કે, જે બીજેપીને બંગાળમાં કોઈ ઓળખતુ પણ નહોતુ, મમતા ખુદ 1999માં તેને બંગાળ લઇને આવી અને ગઠબંધન કર્યું. તેમણે કહ્યું કે મમતા ખુદ પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. સિયાલદહના રામલીલા મેદાનમાં કાૅંગ્રેસની એક સભાને સંબોધિત કરતા અધીરે રાજ્યમાં ભાજપના મજબૂત થવા માટે સ્પષ્ટ રીતે મમતાને જવાબદાર ગણાવી અને કહ્યું કે તેમણે જનતાની માફી માંગવી જાેઇએ.