વડોદરા-

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ના મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો આ ચુકાદામાં વિશ્વામિત્રી નદીની આસપાસ આવેલ ગેરકાયદેસરના બાંધકામ તેમ જ પુરાણ થયા હોવાનું સેટેલાઈટ થી મેપિંગ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

જેથી આ ગેરકાયદેસર બાંધકામ અને પુરાણ નું પ્રમાણ જાણી શકાય. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી ને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી રોહિત પ્રજાપતિ લડત આપી રહ્યા છે. રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મા વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેનો ચુકાદો તાજેતરમાં જ આવ્યો છે.આ ચુકાદા અંગે માહિતી આપતા રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી પાવાગઢ થી શરૂ થાય છે અને પીન્ગલ્વાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઈટ થી મેપિંગ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે

આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે વિશ્વામિત્રી ને પુનઃ જીવીત કરવા માટે કે દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી નદીની આસપાસ જે બાંધકામ થયું છે અને ગેરકાયદેસરના પુરાણો થયા છે એટલું જ નહીં પરંતુ વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન દ્વારા કચરો તથા ગંદકી હાલીને તેનો લેવલિંગ કરવામાં આવ્યું છે.વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન દ્વારા જાતે જ ડ્રેનેજનું ગંદુ પાણી વરસાદી કાંસ દ્વારા ઠાલવવામાં આવે છે અને કોર્પોરેશન પોતેજ વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહ્યું છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં કેસ કરવામાં આવ્યો હતો વર્ષો સુધી આ કેસ ચાલ્યા બાદ હવે તેનો ચુકાદો આવ્યો છે.