રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસો નોંધાયા, જાણો અહીં
16, માર્ચ 2021

ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૮૯૦ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૫૯૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૧ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જાે કે, રાજ્યમાં કુલ ૨,૬૯,૯૫૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર ૯૬.૭૨ થઇ ચુક્યો છે.

આ ઉપરાંત ૨૦,૬૯,૯૧૮ વ્યક્તિઓનું પ્રથમડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. ૫,૧૫,૮૪૨ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ ૮૯,૧૩૮ વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી.

જાે કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડ એમ કુલ ૦૫ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-૧૯ ના ૮૯૦ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૫૯૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૭૨ ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે ૨,૬૯,૯૯૫ કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૪૭૧૭ એક્ટિવ દર્દી છે જે પૈકી ૫૬ લોકો વેન્ટીલેટર પર છે. ૪૬૬૧ લોકો સ્ટેબલ છે. ૨,૬૯,૯૫૫ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ૪૪૨૫ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે સુરત કોર્પોરેશનમાં ૧ કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution