લોકસત્તા ડેસ્ક

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ યુવતીઓની ચિંતા પણ વધી ગઈ હશે કે ગરમીમાં વાળ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી. તડકાના કારણે સ્કીન ટેન થવાથી લઈ અને વાળને પણ સમસ્યા થાય છે. જો કે આ સમસ્યા એવી છે જે યુવકોને પણ નડે છે. ઉનાળામાં ત્વચા અને વાળ બંનેની સંભાળ લેવી જરૂરી થઈ જાય છે કારણ કે તેના પર તડકાની ખૂબ ખરાબ અસર થાય છે.

તો ચાલો આજે તમને જણાવીએ કે ઉનાળામાં વાળની સંભાળ રાખવા માટે શું કરી શકાય છે. આ ઉપાય વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. સૌથી પહેલા તો ઉનાળામાં સપ્તાહમાં 2થી 3 વાર વાળ ધોવાનું રાખો. વાળ આટલી વાર ધોશો તો જ વાળ હેલ્ધી રહેશે. દિવસ દરમિયાન થતો પરસેવો દૂર કરવા માટે વાળ ધોવા જરૂરી થઈ જાય છે.

આ સિવાય ઉનાળામાં વાળ ધોવા માટે શેમ્પુમાં એક ચમચી ખાંડ ઉમેરી દેવી જોઈએ. ખાંડ ઉમેરી વાળ શેમ્પૂ કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે તેનાથી વાળનો ગ્રોથ થશે. વાળના મૂળમાંથી ડેડ સ્કીન સહિતનો મેલ નીકળી જશે. વાળ સુંદર અને શાઈની દેખાશે.