લોકસત્તા ડેસ્ક

25 ડિસેમ્બર વિશ્વભરમાં ક્રિસમસ ડે તરીકે મનાવવામાં આવે છે. ક્રિસમસના દિવસે લોકો એકબીજાની સાથે પાર્ટી કરે છે, ફરે છે, રજા માણે છે અને ચર્ચમાં પ્રેયર કરે છે. આ સાથે જ ક્રિસમસ ડેના દિવસે બાળકોને મોજામાં ગિફ્ટ્સ પણ આપે છે. ઘરે કેક બનાવીને ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષે ક્રિસમસ શુક્રવારે છે અને તેનાથી ઠીક સાત દિવસે નવું વર્ષ 2021માં શરૂ થશે. જાણો, ક્રિસમસ ટ્રીથી લઇને સેન્ટા ક્લૉઝના મોજામાં ગિફ્ટ આપવાના ચલણ સંબંધિત ખૂબ જ રસપ્રદ વાતો. 

કેમ મનાવવામાં આવે છે ક્રિસમસ? 

ક્રિસમસ જીસસ ક્રિસ્ટ (Jesus Christ)ના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. જીસસ ક્રિસ્ટને ભગવાનના પુત્ર (Son of God) કહેવામાં આવે છે. ક્રિસમનનું નામ પણ ક્રિસ્ટ પરથી પડ્યું છે.

25 ડિસેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે ક્રિસમસ? 

બાઇબલમાં જીસસની કોઇ બર્થ ડેટ આપવામાં આવી નથી, પરંતુ તેમછતાં પણ 25 ડિસેમ્બરે જ દર વર્ષે ક્રિસમસ મનાવવામાં આવે છે. આ તારીખને લઈને કેટલીય વાર વિવાદ પણ થયો. પરંતુ 336 ઈ. પૂર્વમાં રોમન પહેલા ખ્રિસ્તી રોમન સમ્રાટના સમયમાં સૌથી પહેલા ક્રિસમસ 25 ડિસેમ્બર મનાવવામાં આવી. તેના થોડા વર્ષો બાદ પોપ જૂલિયસે સત્તાવાર રીતે જીસસના જન્મને 25 ડિસેમ્બરે જ મનાવવાનું જાહેર કર્યુ હતું.

ક્રિસમસ ટ્રીની સ્ટોરી 

ક્રિસમસ ટ્રીની શરૂઆત ઉત્તર યૂરોપમાં હજારો વર્ષો પહેલા થઇ હતી. આ દરમિયાન 'Fir' નામના વૃક્ષને સજાવીને આ વિન્ટર ફેસ્ટિવલને મનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકો ચેરીના વૃક્ષની ડાળીઓને પણ ક્રિસમસના સમયે સજાવ્યા કરતા હતા. જે લોકો આ છોડને ખરીદી શકતા ન હતા તેઓ લાકડીઓને પિરામિડનો શેપ આપીને ક્રિસમસ મનાવ્યા કરતા હતા. ધીમે-ધીમે ક્રિસમસ ટ્રીનું ચલણ દરેક જગ્યાએ વધ્યું અને હવે બધા ક્રિસમસના અવસરે આ વૃક્ષને પોતાના ઘરે લાવે છે અને તેને કેન્ડી, ચૉક્લેટ્સ, રમકડાં, લાઇટ્સ, બેલ્સ અને ગિફ્ટ્સથી શણગારે છે.

સીક્રેટ સાન્ટા અને તેમના મોજામાં ગિફ્ટની સ્ટોરી 

પ્રચલિત સ્ટોરી અનુસાર ચોથી શતાબ્દીમાં એશિયા માઇનરની એક જગ્યા માયરા (હવે તુર્કી)માં સેન્ટ નિકોલસ નામનો એક વ્યક્તિ રહેતો હતો. જે ખૂબ જ અમીર હતો, પરંતુ તેના માતા-પિતાનું મૃત્યુ થઇ ચુક્યુ હતું. તે હંમેશા ગરીબોની છુપાઇને મદદ કરતો હતો. તેમને સિક્રેટ ગિફ્ટ આપીને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો.

એક દિવસ નિકોલસને જાણવા મળ્યુ કે એક ગરીબ માણસની ત્રણ દિકરીઓ છે, જેમના લગ્ન માટે તેમની પાસે જરા પણ પૈસા નથી. આ વાત જાણીને નિકોલસ આ વ્યક્તિની મદદ કરવા પહોંચ્યો. એક રાત્રે તે વ્યક્તિના ઘરની છતમાં લાગેલી ચિમની પાસે પહોંચ્યો અને ત્યાંથી સોનાથી ભરેલુ બેગ નાંખી દીધું. આ દરમિયાન આ ગરીબ વ્યક્તિને પોતાના મોજા સુકવવા માટે ચિમની પાસે લગાવી રાખ્યા હતા.

ધીમે-ધીમે નિકોલસની આ સ્ટોરી પૉપ્યુલર બની ગઇ. કારણ કે ક્રિસમસના દિવસે બાળકોને ભેટ આપવાની પ્રથા રહી છે. એટલા માટે સૌથી પહેલા યૂકે ખાસ કરીને ઈંગ્લેન્ડમાં નિકોલસની સ્ટોરીને આધાર બનાવવામાં આવ્યો અને તેમને ફાધર ક્રિસમસ અને ઓલ્ડ મેન ક્રિસમસ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ વિશ્વભરમાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ્સ આપવાની એટલે કે સીક્રેટ સેન્ટા બનવાનો રિવાજ આગળ વધતો ગયો.

કેવી રીતે મનાવવામાં આવે છે ક્રિસમસ? 

ખાસકરીને, વિદેશોમાં ક્રિસમસથી પહેલા જ લોકો અને બાળકોની શાળા, કૉલેજ અને ઑફિસથી રજા આપવામાં આવે છે. બજાર અને દરેક સડક ક્રિસમસ ટ્રી અને લાઇટોથી રોશન થઇ ઉઠે છે. 24 ડિસેમ્બરના દિવસે લોકો ઇસ્ટર ઇવ મનાવે છે અને 25 ડિસેમ્બરે ઘરોમાં પાર્ટી કરે છે જે 12 દિવસ સુધી ચાલે છે. 25 ડિસેમ્બરથી શરૂ થઇને ક્રિસમસ 5 જાન્યુઆરી સુધી ચાલે છે. ખાસ કરીને યૂરોપમાં 12 દિવસ સુધી મનાવવામાં આવતા આ ફેસ્ટિવલને Twelfth Nightના નામથી ઓળખવામાં આવે છે.