વિક્કી સરદાર વૈભવી કારોનો શોખીન હતો અને કરોડોની કિંમત ધરાવતી કારોનું કલેકશન રાખતો હતો જેમાં જગુઆર, મર્સિડિઝ, બીએમડબ્લ્યુનો સમાવેશ થાય છે. પીસીબી આ અંગે પણ જાે તપાસ કરે તો બોગસ માર્કશિટના ધંધામાંથી કરોડો રૂપિયા કમાયા બાદ વસાવેલી કિંમતી કારો પણ કબજે કરી ઝીણવટપૂર્વક અભ્યાસ કરે તો કેટલાક ઉચ્ચ અધિકરીઓ અને શહેર યુવા ભાજપના એક યોગેશ નામના ઈસમ પાસે પણ વિક્કીએ આપેોલી વૈભવી કારો મળી આવશે. 

ચાવીરૂપ ભૂમિકા ભજવનાર રજનીશ વાલિયા સક્રિય થયો 

માર્કશિટના કોભાંડમાં કરોડપતિ બની ગયેલો વિક્કી સરદાર ઝડપાતાં જ એના ખાસ મનાતા અને ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી કહેવાતા બળાત્કારની ફરિયાદમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર રજનીશ વાલિયા સક્રિય થયો હતો અને પોલીસ ભવન ખાતે પહોંચી ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ પીસીબી કાર્યવાહી કરવા મક્કમ રહેતા અંતે વિક્કીના ગોડફાધરોની શરણે ગયો હતો, જ્યાંથી પણ રજનીશ વાલિયાને જાકારો મળ્યો હતો.