ભરૂચ. તા.૨૭ 

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકમાં વૃદ્ધિદર જોવા મળ્યો છે. શનિવારે ૮ નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવતા જ ભરૂચ જિલ્લામાં કોરોના આંક બેવડી સદી કુદાવી ચુક્યો છે. ભરૂચમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૨૦૩ સુધી પહોંચતા જ લોકોમાં ભારે કુતૂહલતા ફેલાય રહ્યો છે. તંત્ર કોરોનાના ફેલાવને રોકવા નક્કર કામગીરી કરે અને લોકોને કોરોના સંક્રમણથી બચવા કોઈ ઉપાય શોધે તેવી લોકમાંગ ઉઠી છે. નવા કેસમાં અયુબ અદમ ગુંગર, સેગવા, ભરૂચ, અશ્વિન હિરાલાલ મોદી, આદર્શ સ્કૂલ, અંકલેશ્વર, બાબુભાઈ કાલાભાઈ આહીર નંદેલાવ, ભરૂચ, જયવીર રઘુવીરસિંહ,વસંત બિહાર, અંકલેશ્વર, ખાલિદ અબ્દુલ્લા બાલા, પંચશીલ સોસાયટી, જંબુસર, યાસીનખાન પઠાણ, કસબા, જંબુસર, ઈકબાલ ઈબ્રાહીમ ઈગ્રદર, ભગુભાઈ ખડકી, સારોદ, જંબુસર અને રાજેન્દ્ર કચેલા, ફિંચવાડા, ઝઘડિયાનો સમાવેશ થાય છે.

અંકલેશ્વર માં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અંકલેશ્વર તાલુકામાં કોરોના ધીમે ધીમે પકડ જમાવી રહ્યો છે , અને વધુ ૨ કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તકેદારી રૂપ પગલા લેવામાં આવી રહ્યા છે.જ્યારે બીજી તરફ કોવિડ - ૧૯ હોસ્પિટલ માંથી ૭ દર્દીઓ ને રજા આપવામાં આવી હતી.શનિવાર નાં રોજ વધુ બે લોકો કોરોના થી સંક્રમિત થયા હતા. જેમાં અંકલેશ્વર શહેર નાં નગરપાલિકા નાં વોર્ડ નંબર ૯ માં આવતા ભાટવાડ ખાતે રહેતા અશ્વિન મોદી ઉ.વ.૫૯ અને તાલુકાનાં ગડખોલ ગામની વસંત વિહાર સોસાયટી માં રહેતા જયવીરસિંહ કોરોના વાયરસ માં સપડાયા હતા , જેમને સારવાર અર્થે કોવિડ - ૧૯ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.