વડોદરા, તા. ૨૮

લોકસત્તા દ્વારા પોલીસ તંત્રની માનવતા મરી પરવારી હોય તેનો એક સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરાતા તેના પડઘા વડોદરા, સુરત, રાજકોટ સહિત ભાવનગરમાં પડતાની સાથે જ ચોવીસ કલાકમાં જ વડોદરા શહેર પોલીસના ટ્રાફીક વિભાગમાં ફરજ બજાવતા જાંબાઝ પીએસઆઈ પરાગકુમાર દવેને આખરે રીલીવનો ઓર્ડર મોડે મોડે પણ કરવામાં આવ્યો હતો.

શહેર પોલીસના ટ્રાફીક વિભાગમાં ફરજ બજાવતા એક પીએસઆઈની સુરતમાં રહેતી પત્ની અસાધ્ય રોગથી પિડાતી હોઈ તેની સારવાર માટે ખુદ રાજ્યના પોલીસ વડાએ પીએસઆઈ પરાગકુમાર દવેની તાત્કાલિક સુરતમાં બદલી કરવાનો બે માસ પહેલા આદેશ કર્યો હતો તેને પણ શહેર પોલીસ દ્વારા ધોળીને પી ગયા હોય અને કાયદા અને શિસ્તના આગ્રહી એવા પોલીસ તંત્રમાં માનવતા જાણે સાવ મરી પરવારી હોય એવો કિસ્સો વડોદરા પોલીસબેડામાં હાલમાં ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. પહેલા ચુટણીનુ કારણ આગળ ધર્યા બાદ હવે શહેર પોલીસ કમિ. સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા માત્ર પોતાની મમતના કારણે પીએસઆઈ પરાગકુમાર દવેને અત્રેથી ફરજ પરથી મુક્ત નહી કરતા કે રજા પણ મંજુર નહી કરતા પીએસઆઈને હાલમાં બિનપગારે રજા પર ઉતરવાની ફરજ પડી છે અને ત્યારબાદ પણ જાે અત્રેથી છૂટા નહીં કરાય તો ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ ખાતામાંથી રાજીનામું સુધ્ધાં આપવાની તૈયારી કરતા આશાસ્પદ પીએસઆઈ પરાગકુમાર દવેનું ભાવિ જાેખમમાં મુકતાની સાથે જ લોકસત્તા જનસત્તાએ માનવતા દાખવીને જાંબાઝ પીએસઆઇ પરાગકુમાર દવેનો એહોવાલ પ્રસિધ્ધ કરતાની સાથે જ આના પડઘા ગુજરાતમાં જેમાં સુરત, રાજકોટ, ભાવનગર સહિત વડોદરાના સમગ્ર બ્રહ્મ સમામાં ભારે રોષ જાેવા મળ્યો હતો. મળતી માહીતી મુજબ તેમના સમાજ દ્વારા તો આ પીએસઆઇની રજુઆત કરવા માટે ગાંધીનગર

ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ ભલામણ કરવા જવાના હોવાની વાતની શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇને રિલીવ ઓર્ડર આજ રોજ મોડે મોડે પણ તાત્કાલીક અસરથી કરવામાં આવ્યો હતો. હવે આ પીએસઆઇ હવે સુરત ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવશે.

આ કિસ્સો પોલીસબેડામાં તિરસ્કાર સાથે ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો

આ અંગે પીએસઆઈ પરાગકુમાર દવેએ ભારે નિરાશા સાથે વેદના વ્યક્ત કરી હતી કે જાે મને અત્રેથી છુટ્ટો નહી કરવામાં આવે તો પત્નીની સારવાર માટે મારે પોલીસ ખાતામાંથી રાજીનામુ આપવાની ફરજ પડશે. પોલીસ ઉચ્ચાધિકારીઓની માત્ર એક મમત અને હઠાગ્રહના કારણે આશાસ્પદ પીએસઆઈનું ભાવિ અંધકારમય ન બને તે માટે લોકસત્તા જનસત્તા પીએસઆઇનો સચોટ અહેવાલ પ્રસિદ્ધ થયાના ચોવીસ કલાકમાં જ પોલીસ કમિ. દ્વારા તાત્કાલીક અસરથી જ પીએસઆઇને રીલીવ કરવાના ઓર્ડર કરતાજ પીએસઆઇની દરેક વેદના દુર થવા પામી હતી. આ કિસ્સો પોલીસ બેડામાં તિરસ્કાર સાથે ચર્ચાનો ચગડોળે ચઢ્યો હતો.