વડોદરા-

શહેર નજીક આવેલા પાદરામાં સાંઈ જવેલર્સ નામની દુકાનમાં પાદરાના રણું ગામની મહિલા ચાંદીના કડા ધોવડાવવા માટે ગઈ હતી. ત્યારે આ સમય દરમિયાન ગોત્રી વિસ્તારની મહિલા પણ જવેલર્સની દુકાનમાં આવી હતી. ચાંદીના કડા ધોવડાવવા આવેલી રણું ગામની મહિલાએ પોતાનું પર્સ કાઢીને બાજુમાં મૂક્યું તે દરમિયાન ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પર્સ ચોરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ ચાંદીના કડા ધોવડાવવા માટે આવેલી રણું ગામની મહિલાના પર્સમાં રૂપિયા 5,500 રોકડા હતા. આ મહિલાએ જવેલર્સની દુકાનમાં દુકાનદારને રૂપિયા આપવા માટે પર્સ લેવા જતા, ત્યાં પર્સ હતું નહીં. આ વખતે એક મહિલા આવેલી જે બાજુમાં બેઠેલ હતી અને પર્સ નહીં મળતા રણું ગામની મહિલાએ તેઓના પતિને ફોન કરીને બોલાવ્યા હતા અને જવેલર્સમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં બાજુમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલા પર્સ પર બેસીને આ પર્સ પોતાની થેલીમાં નાખતાં તમામ હરકતો સીસીટીવીમાં જણાઈ આવી હતી.આ મામલે પાદરા પોલીસને જાણ કરતા પોલીસે મહિલાને પોલીસ મથકે લઈ જઈ નામ ઠામ પૂછતાં તે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.