ભાવનગરમાં મેયર ન બની શકેલા મહિલા ઉમેદવારે જીતુ વાઘાણીનું નામ કેમ લીધું 
10, માર્ચ 2021

ભાવનગર-

ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ સંસદીય સમિતિની બેઠકમાં કોર્પોરેટરોનાં નામ બંધ કવરમાં લખીને સુપરત કરાયા હતા. આ નામોની બુધવારે સવારે જાહેરાત કરાઈ હતી. આ પૈકી ભાવનગરના મેયરપદે કીર્તીબેન દાણીધરીયાની નિમણૂક કરાઈ હતી. ભાવનગરમાં આજે નવા મેયર અને પાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ છે. ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. તો ભાવનગરના ડેપ્યુટી મેયર પદે કૃણાલ શાહની વરણી કરાઈ છે.

પરંતુ ભાવનગરમાં નવા મેયરની જાહેરાત થતા જ ડખ્ખો થયો હતો. મેયરની જાહેરાત પછી ભાવનગરમાં નારાજ થયેલા વર્ષાબા જાડેજાએ ભાજપ કાર્યાલય પર દેકારો મચાવ્યો હતો. એટલું જ નહિ, તેમણે મેયર તરીકે પોતાના નામની પસંદગી ન થતા દિવાલ પર માથા પછાડ્યા હતા. સાથે જ તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કારણે પોતાનુ નામ કપાયાનો આક્ષેપ કર્યો છે. જો કે તેને પગલે ભારે વિવાદ થયો હતો. મેયર બનવા માટે આશા રાખતા મહિલા ઉમેદવાર વર્ષાબેન પરમાર ભારે નિરાશ થઈ ગયા હતા અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા હતા. ત્યાં સુધી કે તેમણે જીતુ વાઘાણીનું નામ લઈને કહ્યું હતું કે તેમના ઈશારે જ તેમનું નામ મેયરપદના લિસ્ટમાંથી કપાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution