વડોદરા, તા. ૧૭
ઔડાના સી.ઇ.ઓ તરીકે ફરજ બજાવનાર ૨૦૦૯ની બેચના એ.બી.ગોરે આજરોજ સવારે ૧૧ કલાકે વડોદરા કલેકટરનો વિધિવત પદભાર સંભાળ્યો હતો. જ્યારે ૨૦૦૬ની બેચના આર.બી. બારડને પ્રમોશન મળતાં હવે જંગલ અને પર્યાવરણ વિભાગ માં કામગીરી સંભાળશે. વડોદરા કલેકટર તરીકેનો પદભાર સંભાળતાં એ.બી.ગોરએ જણાવ્યું હતું કે, વડોદરાને ટીમ વર્કથી પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે કામ કરીશ. વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગે આગળ વધે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે.
ગુજરાત સરકારે તાજેતરમાં આઈ.એ.એસ અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના ૬ આઈ.એ.એસ અધિકારીઓની બઢતી અને ૩ આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરા કલેક્ટર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઇ.ઓ. તરીકે ફરજ બજાવતા એ.બી.ગોરને ફરજ સોંપાવામાં આવી છે. આજથી તેમણે વડોદરા કલેકટર નો ચાર્જ સંભાળ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments