મેસેચ્યુસેટ્સઃ

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી ખરીદવા માંગતા હો, તો ટૂંક સમયમાં તેની બોલી લાગવાની છે. પરંતુ હા આ માટે તમારે સારી કિંમત ચૂકવવી પડશે. તો ચાલો જાણીએ તેની કિંમતથી માંડીને હરાજી સુધી બધું જ. અમેરિકન પ્રાંત મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી બોટલની હરાજી કરવામાં આવી રહી છે. આ જુની વ્હિસ્કીની ઓનલાઇન હરાજી 22 થી 30 જૂન દરમિયાન થવાની છે. અહેવાલો અનુસાર 40,000 ડોલર સુધીની બોલી લાગી શકે છે.

આ વ્હિસ્કીનું ઉત્પાદન 1762 થી 1802ની વચ્ચે અમેરિકાના જ્યોર્જિયા, લાગ્રાંજ શહેરમાં થયું હતું. જ્યોર્જિયા યુનિવર્સિટી અનુસાર, આ વ્હિસ્કી ઓછામાં ઓછી 200 થી 250 વર્ષ જૂની છે.

હરાજી કરનાર સ્કીનર કહે છે કે તે એક ઐતિહાસિક બોર્બન વ્હિસ્કી છે. તે એકમાત્ર બોટલ બાકી છે અને જેપી મોર્ગન દ્વારા 1940 ના દાયકામાં વોશિંગ્ટનના કોઈ એક શક્તિશાળી માણસને ભેટ આપવામાં આવી હતી.

ગ્લાસગો યુનિવર્સિટીના આકારણી અનુસાર, આ વ્હિસ્કી 1763 અને 1803 ની વચ્ચે તૈયાર કરવામાં આવી હતી. તદનુસાર, વ્હિસ્કીની આ બોટલ એ ઐતિહાસિક ક્રાંતિકારી યુદ્ધનો એક ભાગ છે, જેમકે 1770 ના દાયકામાં શરૂ થયેલું રિવોલ્યુશનરિ વોર અને 1790 ની આસપાસ થયેલ વ્હિસ્કી વિદ્રોહ.

થોડા સમય પહેલા સ્કોટલેન્ડમાં તૈયાર કરવામાં આવેલી વ્હિસ્કીની એક અનોખી બોટલ એક મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 10 કરોડ 26 લાખ રૂપિયામાં વેચાઇ હતી. આટલું મોંઘું હોવા છતાં, તે વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી નથી.

વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કીની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત 15 કરોડ 39 લાખ રૂપિયા છે, જેની લંડનમાં 2019 માં યોજાયેલી વેચાણમાં હરાજી કરવામાં આવી હતી. આ બોટલ પણ કાસ્ક નંબર 263 થી પેક કરેલી હતી.