UPમાં યોગી સરકાર 26 જૂને 1 કરોડ લોકોને આપશે રોજગારી
24, જુન 2020

લખનૌ,

યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રવાસી મજૂરોના હિતમાં વધુ એક પગલુ ઉઠાવીને રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. સીએમ યોગી ૨૬ જૂને એક સાથે ૧ કરોડ લોકોને રોજગાર આપશે. ઉત્તર પ્રદેશ સરકારના આ કાર્યક્રમમા પીએમ મોદી પણ હાજર રહેશે. તેઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમમાં ના માત્ર પ્રવાસી મજૂરોને રોજગાર મળશે પરંતુ એમએસએમઇ માટે લોન પણ આપવામાં આવશે. આ રીતે યુપી દેશમાં આટલી મોટી સંખ્યામાં રોજગાર આપનારૂ દેશનું પહેલુ રાજ્ય બની શકશે.

પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોની વાપસી થઈ છે. કોરોના સંકટ દરમિયાન આવેલા ૩૬ લાખ પ્રવાસી મજૂરોના Âસ્કલ મેપિંગનો પૂરો ડેટા બેન્ક સરકારે તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી યોગી સરકાર મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ કરાવી ચૂકી છે. આ આંકડો ૨૬ જૂને ૧ કરોડથી વધારે થઈ જશે. યોગી સરકાર આ શ્રમિકો અને કામગારોને એમએસએમઇ, એક્સપ્રેસ વે, હાઈવે, યુપીડા અને મનરેગા જેવા સેકટર્સમાં મોટા પાયા પર રોજગાર આપી રહી છે. ઉત્તર પ્રદેશના ૩૧ જિલ્લાને આ મોટા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ રોજગાર અભિયાનથી પ્રદેશમાં ગોંડા, બલરામપુર, આંબેડકર નગર, અમેઠી, અયોધ્યા, આઝમગઢ, બહરાઈચ, બાંદા, બસ્તી, દેવરિયા, ફતેહપુર, ગાઝીપુર, ગોરખપુર, હરદોઈ, જાલોન, જાનપુર, કૌશાંબી, ખીરી, કુશીનગર, મહરાજગંજ, મિર્ઝાપુર, પ્રતાપગઢ, પ્રયાગરાજ, રાયબરેલી, સંતકબીર નગર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સીતાપુર, સુલ્તાનપુર, ઉન્નાવ અને વારાણસી જિલ્લાને જાડવામાં આવશે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution