દિલ્હી-

જાપાનની સંસદના નીચલા ગૃહ દ્વારા યોશિહિદે સુગા વડાપ્રધાન પદ માટે ચૂંટાયા છે. તેઓ બુધવારે ટોકયોમાં વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ રીતે, સુગા છેલ્લા ૮ વર્ષમાં દેશના નવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેએ તબિયત ખરાબ હોવાને કારણે વડાપ્રધાન પદ છોડવાની જાહેરાત કરી હતી. ૭૧ વર્ષીય સુગા શિંઝો એબેના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે અને જાપાનના રાજકારણમાં તેમને આબેનો જમણો હાથ પણ કહેવામાં આવે છે.

મોદીએ યોશિહિદે સુગાને જાપાનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા.ટ્‌વીટ કરીને કહ્ય્šકે, નવા પ્રધાનમંત્રી નિયુક્ત થવા પર તેઓ તેમને હાર્દિક શુભકામના આપે છે. પીએમ મોદીએ કહ્ય્ કે તેમને આશા છે કે બંને દેશો તેમના વિશેષ વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈ પર લઈ જશે. ચૂંટણી પૂર્વે સુગાએ ઘોષણા કરી દીધી છે કે તેઓ શિંઝો આબે સરકારની ઘણી નીતિઓ ચાલુ રાખશે. જાપાનમાં શિન્ઝોની આર્થિક નીતિઓને ‘આબેનોમિક્સ’ કહેવામાં આવે છે.

યોશિહિદ સુગા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. સંસદના નીચલા ગૃહમાં ૪૬૨ લોકોએ વડા પ્રધાન પદના નેતાની પસંદગી માટે મત આપ્યો. તેમાંથી ૩૧૪ મતો સુગાએ જીત્યા હતા. આ પહેલા સોમવારે તેમની પાર્ટીમાં સુગાનો વિજય થયો હતો. વડા પ્રધાન પદની રેસમાં તેમણે તેમના પક્ષના બે હરીફોને પરાજિત કર્યા હતા.

નવા વડાપ્રધાન સુગાની સામે પડકારોની ભરમાર છે. તેની પાસે રાજદ્વારી અનુભવનો અભાવ છે. આ સિવાય તેઓએ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ સાથે સમાધાન કરવું પડશે. ૩ નવેમ્બરના રોજ યુ.એસ.માં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ, તેમણે નવા રાષ્ટ્રપતિ સાથેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાના અને જાપાન-ચીન સંબંધોને લઈને જાગ્રત રહેવું પડશે.