રાજકોટના વોર્ડ નંબર 13માં ખોડિયારનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં 80 મકાન પર બુલડોઝર ફરી વળતાં 120 પરિવાર રસ્તા પર આવી ગયા છે. આ સમય દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે, જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી. 120 પરિવારની ઘરવખરી રસ્તા પર પલળતી જોવા મળી હતી. એક માતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, નેતાઓ મત માગવા આવે છે પણ ઘર પડે તો ડોકાતા પણ નથી. બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું.