When He Was 5 Years Old, He Left His Father's Company, Worked As A Laborer, Littered People's Houses; Today 30 Lakh Business A Year, Marketing In 40 Countries
5 વર્ષના હતા ત્યારે પિતાનો સાથ છૂટ્યો, મજૂરી કરી, લોકોના ઘરમાં કચરા-પોતા કર્યા; આજે વર્ષે 30 લાખનો બિઝનેસ, 40 દેશોમાં માર્કેટિંગ
ગુજરાતના કચ્છ જિલ્લાના રહેવાસી પાબિબેન રબારી, 5 વર્ષના હતા ત્યારે પિતાનો સાથ છૂટી ગયો. ચોથા ધોરણ પછી અભ્યાસ બંધ થયો. માતા બીજાના ઘરોમાં વાસણ-કચરાનું કામ કરતી હતી, ખેતરોમાં મજૂરી કરતી હતી. પરિવારમાં કોઈ કમાનાર નહોતું કે કોઈ આવકનો સ્ત્રોત નહોતો. ત્રણ બહેનોમાં મોટી પાબિબેન રમવાની ઉંમરમાં માતાની સાથે કામ પર જવા લાગી. ક્યારેક ખેતરમાં તો ક્યારેક કોઈના ઘરે કચરાપોતાનું કામ. કલાકો સુધી કૂવામાંથઈ પાણી ભર્યા પછી દિવસનો એક રૂપિયો મળતો હતો. માતા-પુત્રી દિવસભર કામ કરીને કરીને થાકી જતા હતા પરંતુ પરિવાર માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી એ પણ પહાડ જેવડું કામ લાગતું હતું.
#pabibenrabari #baratkam #kutch
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/