ભુજ, ૨૧ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા ૩,૦૦૦ કિલો હેરોઈનમાંથી ૧૦૦૦ કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું, જે સાહનેવાલ ડ્રાયપોર્ટ ખાતે કન્ટેનર દ્વારા લાવવાનું હતું. તો બાકીના એક એક હજાર કિલો ને અહી થી સંભવિત રીતે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે.સૂત્રોના હવાલાથી બહાર આવી રહેલી આ ચોંકાવનારી વિગતો અંગે તપાસનીસ એજન્સીઓ મગ નું નામ મરી પાડવા તૈયાર નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ જથ્થામાંથી એક હજાર કિલો પંજાબના ઉદ્યોગપતિને મળવાનો હતો. પછી તેને પંજાબ, દિલ્હી અને અન્યત્ર તેની માંગ અનુસાર અંતિમ ઉપયોગ માટે વિતરણ થવાનું હતું. એસટીએફ લુધિયાણાને ઓસ્ટ્રેલિયામાં બેઠેલા કિંગપિન તરનવીર બેદીની ભૂમિકા પર શંકા છે, જે શ્રીનગર અને ગુજરાતમાં વેપાર દ્વારા હેરોઈનની દાણચોરીમાં સક્રિય છે.થાઇલેન્ડથી દેશનિકાલ કરાયેલા હરમિન્દર ઉર્ફે રોમી રંધાવાની પૂછપરછમાં કપૂર થલા જેલમાંથી બે તસ્કરોને પ્રોડક્શન વોરંટ પર લુધિયાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ત્રણેયના એક દિવસના રિમાન્ડ લીધા છે. તેમાંથી મનપ્રીત મન્ના, લુધિયાણાના ૩૧ કિલો હેરોઈન અને ૬.૧૬ કિલો અન્ય ડ્રગને સગેવગે કર્યાનો આક્ષેપ છે. બીજાે શંકર સિંહ છે, જે હત્યાના પ્રયાસનો આરોપી છે. આજ આરોપીએ અન્ય સાથે મળીને સાગરિતોની મદદથી જેલની બહાર ત્રણ કિલો હેરોઈન વેચી હતી. તે બધા ઓસ્ટ્રેલિયાથી સંચાલિત ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે, જે દુબઈ અને પાકિસ્તાનમાં પણ જાેડાણો ધરાવે છે.સાહનેવાડ ડ્રાયપોર્ટ પર આ કન્સાઈનમેન્ટનું આગમન પહેલાથી જ આશંકા હતી, જેના વિશે ડીઆરઆઈએ થોડા સમય પહેલા અહીં દરોડા પાડ્યા હતા. હવે હરમિન્દર રંધાવાની પૂછપરછમાં આ વાત બહાર આવશે તેવી વકી છે.