ભુજ-

અંજારના મેઘપર બોરિચી પાસે મુન્દ્રાથી ૧.૪૪ કરોડની કિંમતના પિસ્તાનો જથ્થો ભરી મુંબઇ જઇ રહેલા ટ્રકને સફેદ કલરની કારમાં આવેલા અજાણ્યા ચાર ઇસમોએ રોકી ચાલકને બંદૂકની ધાક બતાવી ધોલ ધપાટ કર્યા બાદ અપહરણ કરી અન્ય જગ્યાએ લઇ ગયા બાદ રૂ .૧.૪૪ કરોડની કિંમતના પિસ્તાની લૂંટ ચલાવી હોવાની ચકચારી ઘટના નોંધાઇ છે .ગાંધીધામ આજુબાજુ એક એક વ્યક્તિ બેસાડી મોઢામાં રૂમાલ બાંધી મોબાઇલ લઇ લીધો હતો.

મળતી માહિતી મુજબ યુપીના ટ્રક ચાલક લાવકુશ રામસિંહ નિશાદે ફરિયાદ નોંધાવી છે કે , તા .૩/૯ ના દિલ્હીના બકોલીથી ચોખા ટ્રકમાં ભરી ૮/૩ ના મુન્દ્રા અદાણી પોર્ટ ખાલી કર્યા બાદ તા .૯/૯ ના અદાણી પોર્ટના સૌરાષ્ટ્ર સીએફમાંથી ટ્રકમાં રૂ .૧,૪૪,૨૭,૩૩૬ ની કિંમતનો ૨૫,૧૧૦ કિલોગ્રામ પિસ્તાનો જથ્થો લોડ કરાવ્યો હતો અને એ જથ્થો મુંબઇના વાસી ખાતે ખાલી કરાવવા નિકળ્યો હતો રાત્રે મેઘપર બોરીચી પાસે આવેલા હુંડાઇના શો રૂમ સામે પહોંચ્યો ત્યારે સફેદ કલરની કારમાં આવેલા ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતરી રોક્યા હતા.

એક ઇસમે ટ્રકમાં ચડી બંદૂક જેવું હથિયાર પેટ ઉપર રાખી ધોલ ધપાટ કરી ટ્રકમાંથી તેને નીચે ઉતાર્યો હતો અને પોતાની કારમાં બેસાડી આજુબાજુ એક એક વ્યક્તિ બેસાડી મોઢામાં રૂમાલ બાંધી મોબાઇલ લઇ લીધો હતો અને ટ્રકની ચાવી કાઢી લઇ આખી રાત કારમાં ફરાવી તા .૧૦ / ૯ ના પરોઢે અંજાર નજીક મુન્દ્રા રોડ પર સૂર્યા રોશની કંપની પાસે ઉતારી ચાલ્યા ગયા હતા આ બાબતે એક અન્ય ટ્રક ચાલકને વાત કરી કંપનીમાં જાણ કરી હતી અને ટ્રક મીઠીરોહર પાસે પડી હોવાનું જાણી ટ્રક પાસે ગયો હતો .