સુરત-

ભેજાબાજાઍ બેન્ક ઍકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધો હતો. આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેતા યુનિક કન્ટ્રકશનના માલીકો દોડતા થયા હતા અને તાબડતોડ બનાવ અંગે ફરિયાદ નોધાવતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. પોલીએ આ મામલે આજે બે નાઈજિરિયન સાથે સુરતનો એક અને અન્ય બે મળી ૫ લોકોની ધરપકડ કરી ઓનલાઇન છેતરપિંડી ગેંગે ઝડપી પાડવામાં સફળતા મળી છે જાેકે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યુ છે.

સુરતના બિલ્ડર તરીકે વેવ્સય કરતા એ ભટાર વિતરમાં આવેલ બેંક ઓફ બરોડાના યુનીક કન્સ્ટ્રક્શનના એકાઉન્ટમાં કરાવતા હતા. જાેકે, તેમની જાણ બહાર થોડા દિવસ પહેલ તેમના બેંક ખાતામાં ૧.૭૧ કરોડ રૂપિયા જુદી જુદી રીતે/એનઈએફટી/આરટીજીએસથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની ઘટના બનતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામેલ તપાસ શરુ કરતા આ છેતરપિંડીમાં કોઇ મોટા હેકર અથવા સાયબર કિમીનલ્સ દ્વારા આ કામના બિલ્ડરનું કોમ્યુટર હેક કરી અથવા બીજી કોઇ રીતે તેઓના ઇ - મેઇલ આઇડી તથા નેટ બેંકીંગના પાસવર્ડની ચોરી કરી ગુનો આચર્યો હોવાની આશંકા હતી. આ મામલે બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી જુલાઈ ૨૬ ને ૨૭ તારીખે રોજ આ તમામ રૂપિયા બિહાર , પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશના કુલ -૧૧ જેમાં ૈંઝ્રૈંઝ્રૈં બેકના ૮ ખાતા જયારે અન્ય બેંકના ૩ ખાતામાં ટુકડે - ટુકડે રૂપીયા ૧.૭૧ કરોડ ટ્રાન્સફર થયા હતા. તેમાંથી ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં રૂ ૧૮,૨૦,૦૦૦/ - આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી . તે આધારે વિકાસ મનોજભાઇ સોલંકીનેપોલીસે અટકાયત કરી પુછપરછ કરી હતી.