ભરૂચ-

દહેજની ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મળતી માહિતી પ્રમાણે, દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. આ સમયે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.