બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ૧નું મોત ઃ બાઈકચાલકની હાલત ગંભીર
30, જાન્યુઆરી 2022

વડોદરા, તા. ૨૯

રણોલી જીએસીએલ કંપનીના ગેટ પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર સહકર્મચારી પૈકી એક નું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતથી ભયભીત ટ્રકચાલક ફરાર થઈ જતા જવાહર નગર પોલીસ મથકે ટ્રકચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાનગી કંપનીમાં ફરજ બજાવતા પ્રતિક સોની અનેે રાજકુમાર ક્રીશ્ચન સહકર્મચારી હોવાથી કંપનીમાં ફરજ બજાવવા માટે એક જ બાઈક પર સવરા થઈને જતા હતા.આજે સવારે નવ કલાકે બન્ને સહકર્મચારીઓ બાઈક પર રણોલીના જીએસીએલ કંપનીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ટ્રકચાલક પૂરઝડપે આવી ચડતા ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં રાજકુમાર ક્રિશ્ચનનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પ્રતિક સોનીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગમ્ખવાર અક્સ્માત સર્જાતા ભયભીત ટ્રકચાલક પૂરઝડપે ટ્રક હાંકીને નાસી છૂટતા જવાહરનગર પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution