દિલ્હી-
રિસર્ચ કરનારી ન્યૂ યોર્કની બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, મેડિટેશન મગજમાં એકાગ્રતાની સાથે વિચારતા અને ધ્યાન માટે પ્રેરિત કરતા કનેક્શનને જાેડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મન લગાવીને કામ કરે છે ત્યારે આ બંને કનેક્શન કામ કરે છે. અલ્ઝાઈમર અને ઓટિઝ્મનું કનેક્શન પણ આ જ નેટવર્ક સાથે હોય છે. આ રિસર્ચના પરિણામ કમ્પ્યુટર પોલિસી સ્પેશ્યાલિસ્ટ જ્યોર્જ વેંસ અને ન્યૂરોઈમેજિંગ એક્સપર્ટ વચ્ચે થયેલી વાતચીત અને એક પ્રયોગને આધારે જાહેર કર્યા છે.
જ્યોર્જ વેંસચેંક બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. મેડિટેશન એકાગ્રતા વધારવાનું કામ કરે છે. હાલમાં થયેલા રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. ૮ અઠવાડિયાં સુધી રોજ મેડિટેશન કરતા ૧૦ વિદ્યાર્થીઓ પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ ૫ દિવસ રોજ ૧૦ મિનિટ સુધી મેડિટેશન કરતા હતા. રિસર્ચ પછી આ વિદ્યાર્થીઓના બ્રેનનું સ્કેનિંગ કરવામાં આવ્યું. સ્કેનિંગ રિપોર્ટમાં ખબર પડી કે, તેનાથી બ્રેનમાં ફેરફાર થાય છે. તે એકાગ્રતા વધારે છે. ડૉ. વેંસચેંક ઘણા સમયથી મેડિટેશન કરી રહ્યા છે અને ન્યૂ યોર્કની નામગ્યાલ મોનેસ્ટ્રીમાં રિસર્ચ કરી રહ્યા છે, આ મોનેસ્ટ્રીનું કનેક્શન ફેમસ આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે છે. ડૉ. વેંસચેંકે કહ્યું, મેં મોનેસ્ટ્રીમાં રહીને અભ્યાસ કર્યો અને બુદ્ધિસ્ટ સ્ટડીમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. અહીં રહીને મેડિટેશન કરવાનો વિચાર આવ્યો કે તેની મગજ પર શું અસર થાય છે. ડૉ. વેંસચેંકે ૮ અઠવાડિયાં સુધી ૧૦ વિદ્યાર્થીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચ પહેલાં અને પછી સ્ઇૈં કર્યું. સ્ઇૈંથી મગજની પેટર્નનો અભ્યાસ કર્યો. રિપોર્ટ પરથી ખબર પડી કે, મેડિટેશન પર રિસર્ચ પહેલાં તેમનું મગજ એકાગ્ર નહોતું. રિસર્ચ પછી મગજમાં એકાગ્રતા વધતી દેખાઈ. ધ્યાન કેવી રીતે કરવું જાેઈએ? તેની શરુઆત કેવી કરવી જાેઈએ? શું જમીન પર બેસવું જાેઈએ? શું કોઈ એપની મદદ લેવી જાેઈએ? કોઈ મંત્ર જાપ કરવો જાેઈએ? મેડિટેશન ટીચર્સ અને સાઈકોલોજિસ્ટ કહે છે કે, ધ્યાન કરવાની દરેકની અલગ રીત હોય છે. જેને જેમ યોગ્ય લાગે તેમ કરવું જાેઈએ. જ્યારે તમે ધ્યાન વિશે વિચારો છો તો મનમાં શું આવે છે? એક કમળનો પોઝ, યોગા મેટ, સુંદર રૂમ? જાે તમને પ્રેક્ટિસ કરવામાં આ કમ્ફર્ટેબલ લાગે છે તો આ સારું છે. ઘણા લોકો સીધા ઊંઘે કે પછી ખુરશી પર બેસે છે. એવા પોઝમાં રહેવું જાેઈએ જ્યાં શરીરને શાંતિનો અનુભવ થાય. ન્યૂ યોર્ક સિટીમાં મેડિટેશન સ્ટુડિયોમાં ઝ્રઈર્ં એલી બરોસ ગ્લકે કહ્યું કે, શરુઆતમાં દરેક લોકો માટે આ કામ મુશ્કેલીભર્યું હોય છે. જેમ કે તમે જીમના પ્રથમ સેશન પછી ૧૦ પાઉન્ડ વજન ઓછું ના કરી શકો. સમય અને જગ્યા પ્રમાણે પોતાના માટે ફ્રેમવર્ક તૈયાર કરો. લેબ મેડિટેશન રિસર્ચની ડિરેક્ટર સારા લઝારના જણાવ્યા પ્રમાણે, ૧૦ અને ૫ મિનિટ સારી છે. જાે તમને કોઈ માનસિક બીમારી છે અથવા કોઈ ટેન્શન હોય તો થોડા અલર્ટ રહેવું. આ સાંભળવામાં થોડું અલગ લાગે, કારણકે મોટાભાગના સમયે ફોન શાંતિના દુશ્મન છે. શરુઆતના સેશન ગાઈડન્સ સાથે કરવાથી તમને મદદ મળશે. ધ્યાન કરવાનો અર્થ એક જગ્યા પર અમુક સમય માટે સ્થિર બેસવાનો નથી. આ હજારો વર્ષોના ઈતિહાસ અને ટ્રેનિંગની સાથે એક મોટી ફિલોસોફીનો પણ ભાગ છે.
Loading ...