સુરત-

ગુજરાતના બાળકોના માથે વધુ એક બીમારીનો ખતરો દેખાતા ચિંતા વધી ગઇ છે. જી હા કોવિડ-૧૯થી સાજા થઈ ચુકેલા બાળકોને થઈ રહેલી નવી બીમારીએ ચિંતા પેદા કરી છે. કોવિડથી સાજા થયેલા બાળકોમાં ‘મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ના કેસ રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ નોંધાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૦ નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ સિન્ડ્રોમમાં ઘણા અંગ પ્રભાવિત થાય છે અને સામાન્ય રીતે કોરોનાથી સંક્રમિત થવાના કેટલાંક સપ્તાહ બાદ તે જાેવા મળ્યા છે.

અમદાવાદના બાળકોમાં આ નવો રોગ જાેવા મળ્યો છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૧૦ નવા કેસ નોંધાતા તબીબો એલર્ટ થઇ ગયા છે. તો રાજકોટમાં ૧૫ જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા હતા. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જાેવા મળી રહ્યા છે. જેમાં શરીર લાલ થવું, સોજાે આવવો અને ત્રણ દિવસ સુધી સતત તાવ આવવો, ઉલટી થવી, નબળાઇ લાગવી જેવા લક્ષણો પ્રાથમિક રીતે સામે આવી રહ્યા છે.

કોરોના બાદ બાળકોમાં નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે, જે અત્યારસુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે અને એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જાેવા મળતો હતો. પરંતુ કોરોનાકાળમાં ભારતમાં આ રોગે દસ્તક દીધી છે. બાળરોગના નિષ્ણાતોનું કહેવું છે કે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામના આ રોગમાં બાળકોની આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા અચાનક વધી જાય છે અને આ બધુ બાળકના શરીરમાં કોરોના પછી એન્ટિબોડી વધી જવાને કારણે સર્જાય છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતાં શરીરના દરેક કોષ પર અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરવા લાગે છે.