ભરૂચ, મૂળ કરમાડ ગામના અને હાલ ઇંગ્લેન્ડ વસતા દ્ગઇૈં સેવાભાવીઓ દ્વારા ઉમદા સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં કરમાડના કોરોના સંક્રમિતોના સારા આરોગ્ય માટે જરૂરી સાધન સામગ્રી વિદેશનથી મોકલાવી પ્રેરણાદાયી કાર્ય કરાયું છે. મેડીકલ કીટમાં એક બાયપેપ મશીન, ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને ૧૨૦૦ ઓક્સિમીટર સીધા ઈંગ્લેન્ડથી મોકલાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના દ્ગઇૈં લોકો ભરૂચના ગામડાઓ પર મહેરબાન થયા છે. કરમાડ ગામે ૧૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અપાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન બોટલની ઉણપને જાેતા ભરૂચ જિલ્લાના એનઆરઆઇ લોકો ૫ોતાના માદરે વતન માટે કંઈ કરવાની તમન્ના સાથે કોરોનામાં ખૂબ જરૂરી સામગ્રી મોકલાવતા ગામવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.