વડોદરા : વડોદરા શહેરની નિર્દોષ અને સંસ્કારી પ્રજાને શાસકો અને તંત્રના પાપે કોરોનાના કપરા કાળમાં અને એના વરવા ભયાનક સ્વરૂપ અને કહેરમાં “જાએ તો જાએ કહા” જેવી દારુણ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. શજહેરમાં કોરોનાનો પંજાે વધુને વધુ વિકરાળ બની રહ્યો છે. જેમાં આજે વધુ ૩૯૩ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જાે કે મૃતાંક ૧૦૦ના સદીના આંકને વટાવીને ૧૦૨ સુધી પહોંચી ગયો છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર ટ્રેનના મોતને બહાલી આપી રહ્યું છે.એનો સ્વીકાર કરી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૧૧૦૬ દર્દીઓમાં આજના ૩૯૩ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૧૪૯૯ સુધી પહોંચ્યો છે. આજે વડોદરા શહેરના ૩૦ જેટલા અને વડોદરા ઋરળના દશ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૫૭૪૧ સેમ્પલોમાંથી ૫૩૪૮ નેગેટિવ અને ૩૯૩ પોઝિટિવ આવ્યા છે. જયારે ૨૫૭ મૃતંકમાં વધુ ટ્રેનનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૬૦ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૩૧૯૬ દર્દીઓ છે.જેમાં ૨૯૧૦ સ્ટેબલ,૧૭૪ ઓક્સિજન ઉપર અને ૧૧૨ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી આઠ, ખાનગી હોસ્પિટલોમાંથી ૨૫ અને હોમ આઇસોલેશનમાંથી ૧૮૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૨૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૨૭૮૨૧ દર્દીઓમાં વધુ ૨૨૨નો ઉમેરો થતા સંખ્યા ૨૮૦૪૩ થતા ૨૮ હજારને આંબી ગઈ છે. કોવિદઃ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે.તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉર્ટનટાઇન કરવામાં આવે છે. આવી ૭૧૫૨ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. વડોદરા શહેર અને રૂરલના કેસોની ઝોન વાઈઝ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં ૪૮૧૮ દર્દીઓમાં વધુ ૬૦નો ઉમેરો થતા સંખ્યા ૪૮૭૮ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૪૫ છે. આજ પ્રમાણે પશ્ચિમ ઝોનમાં ૫૪૯૮ દર્દીઓમાં વધુ ૭૧નો ઉમેરો થતા સંખ્યા ૫૫૬૯ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૪૬ છે. આજ પ્રમાણે ઉત્તર ઝોનમાં ૬૨૪૨ દર્દીઓમાં વધુ ૬૯નો ઉમેરો થતા સંખ્યા ૬૩૧૧ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૫૭ છે. દક્ષિણ ઝોનમાં ૫૮૭૭ કેસમાં વધુ ૮૭નો ઉમેરો થતા સંખ્યા ૫૯૬૪ સુધી પહોંચી છે. જયારે મૃતાંક ૫૦ છે. આ ઉપરાંત વડોદરા ઋરળમાં ૮૬૩૫ કેસમાં વધુ ૧૦૬નો ઉમેરો થતા ૮૭૪૧ સુધી સંખ્યા પહોંચી છે.જયારે મૃતાંક ૬૨ છે. આ સિવાય આઉટસાઇડરના ૩૬ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીના કુલ ૩૧૧૦૬ કેસમાં વધુ ૩૯૩ કેસ નોંધાતા સંખ્યા ૩૧૪૯૯ સુધી પહોંચી છે. જયારે મૃતાંક ૨૬૦ સુધી પહોંચ્યો છે. પાળીકીઆ દ્વારા કરાતા હાઉસ ટુ હાઉસ હેલ્થ સર્વેમાં ૮૨૪ ટીમો દ્વારા ૮૩૪૭૫ (૧૮.૧૬%)ઘરોનો સર્વે કરીને ૩,૩૩,૦૬૬ (૧૮.૧૦%) વસ્તીને આવરી લીધી છે. જેમાં ૭૭ તાવના અને ૧૦૬ શરદી-ખાંસીના મળીને કુલ ૨૬૮ દર્દીઓ જાેવા મળ્યા છે. આ ૮૨૪ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૨,૩૯,૪૭૫(૫૨.૧૧%) ઘરોનો સર્વે કરીને ૯,૩૩,૨૯૨(૫૦.૭૧%) વસ્તીને આવરી લઈને ૨૦૭ તાવના અને શરદી-ખાંસીના ૩૦૧ તથા ૭૦૪ કુલ દર્દીઓ શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત પાલિકાના ધન્વંતરિ આરોગ્ય રથ થકી ૩૪ ટીમો દ્વારા ૧૫૩૧ પુરુષો અને ૧૮૧૯ સ્ત્રી દર્દીઓ મળીને ૩૩૫૦ દર્દીઓને ચકાસ્યા છે. જેમાં તાવના ૨૩, શરદી-ખાંસીના ૯૫ અને અન્ય ૨૨૭૫ દર્દીઓ મળી આવ્યા હતા. આ ૩૪ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૫૦૨૩૪૮ પુરુષ અને ૬૨૧૪૪૭ સ્ત્રી દર્દીઓ મળી કુલ ૧૧,૨૫,૩૫૭ દર્દીઓને ચકાસ્યા હતા.જેમાં તાવના ૫૩૫૮, શરદી-ખાંસીના ૧૯૩૧૫ અને અન્ય ૮૦૪૧૮૨ દર્દીઓ મળી આવ્યા હતા.જે પૈકી ૬૫૮ને રીફર કરાયા હતા. હાલમાં કોરોણાની જે સ્થિતિ પ્રવર્તી રહી છે. એમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું જાય છે.જયારે ગ્રામ્ય વિસ્તારોમાં એનો વ્યાપ વધવા છતાં સંક્રમણનું પ્રમાણ ઘટતું જાેવા મળ્યું છે.

સ્મશાનોમાં મૃતદેહોને ચિતાની નીચે જમીન પર અગ્નિદાહ આપવો પડ્યો

તંત્ર અને શાસકો ભલે ગમે તેટલી સબ સલામતની બ્યુગલ વગાડતું હોય. પરંતુ વાસ્તવિક સ્થિતિ અત્યંત ભયાનક છે. એ નિર્વિવાદ છે. હવે કોરોનાના મૃતદેહોમે કોઈપણ સ્મશાનમાં અગ્નિદાહ આપવાનો ર્નિણય જ એ વાતની સાક્ષી પૂરેછે કે સ્થિતિ કાબુ બહાર છે. વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોનાના મૃતકોની વધતી જતી સંખ્યાને લઈને ચિંતાજનક સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સ્મશાનોમાં ચિતા ખાલી ન હોતા અને વધુ પ્રમાણમાં ડેડ બોડી આવતા હવે મૃતકોને જમીન પર લાકડા અને છાણા તથા ઘાસ પાથરીને અગ્નિદાહ આપવાનો વખત આવી ગયો છે. જે કોરોણાની ભયાનક સ્થિતિ દર્શાવવાને માટે પૂરતું છે.

અટલાદરા સ્વામીનારાયણ મંદિરના યજ્ઞપુરુષ સભાગૃહમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરાશે

વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ દ્વારા અટલાદરાના બાપ્સ સંસ્થાના ટ્રસ્ટીને પાત્ર લખીને ૫૦૦ બેડની સુવિધાઓ સાથેની ડેડીકેટેડ કોવિદ હેલ્થ સેન્ટર શરુ કરવાને માટે પાત્ર લખ્યો હતો. ઓએસડી વિનોદ રાવની મુલાકાત ચર્ચા અને સૂચનાના સંદર્ભમાં આ પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી અટલાદરાના યજ્ઞપુરુષ સભાગૃહની જગ્યા પર ૫૦૦ બેડની સુવિધા ધરાવતું ડેડીકેટેડ કોવિદ હેલ્થ સેન્ટર બનાવવાને માટે મંજૂરી મંગાઈ હતી.જેનો બાપ્સ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેને લઈને તત્કાળ એ ઉભું કરવામાં આવશે.

શહેરના ૩૦ જેટલા અને રૂરલના ૧૦ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું

વડોદરા શહેરના ૩૦ જેટલા અને ગ્રામ્યના ૧૦ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. એ જાેતા હવે દિવસે દિવસે વાહેડોદરા શહેરમાં કોરોણાની સ્થિતિ કાબુ બહાર જય રહેલી જણાય છે.જયારે ગ્રામ્ય વિસ્તારમાં એનું જાેર ઘટેલું જણાઈ રહ્યું છે. વડોદરા શહેરના જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.એમાં બાપોદ, કિશનવાડી, પરિવાર ચાર રસ્તા, આજવા રોડ, રામદેવનગર, સ્વાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કાપુરાઇ, માંજલપુર, યમુનામીલ, માણેજા, મકરપુરા,તરસાલી, તાંદલજા, અકોટા,અટલાદરા,ગોત્રી,ગોરવા,સુભાનપુરા,દિવાળીપુરા,જેતલપુર વગેરેનો સમાવેશ થાય છે.જયારે ગ્રામ્યમાં કોયલી, થુવાવી, રણોલી, કેલનપુર, અનગઢ, પાદરા, ચાણસદ, પોર,વાઘોડિયા વગેરેનો સમાવેશ થાય છે.